બેંગ્લોર ખાતે એપલ આઈફોનનું ઉત્પાદન ટાટા ગ્રૂપ કરશે
છેલા ઘણા સમયથી એપલ આઈફોનને લઇ અનેક સમાચારો સામે આવતા હતા પરંતુ હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, એપલ એ પણ આત્મનિર્ભરના ગીત ગાવા પડશે અને બેંગ્લોર ખાતે ટાટા ગ્રુપ દ્વારા એપલ ફોન નું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દેશની દરેક કંપનીઓને આત્મનિર્ભર બનાવવા માટે આગળ વધી રહી છે અને તેના માટે વિવિધ સ્કીમોની અમલવારી પણ શરૂ કરવામાં આવી છે એટલું જ નહીં ભારત નિકાસ ક્ષેત્રે પણ ધીમે ધીમે પોતાનું આધિપત્ય સ્થાપિત કરી રહ્યું છે. સામે ભારત દેશને વિદેશી હૂંડિયામણ પણ ખૂબ મોટી માત્રામાં મળે છે અને દેશની અર્થવ્યવસ્થા વધુ વિકસિત થાય છે આ પૂર્વે પણ એ પલે ભારતને સસ્તા મોબાઈલ ની ઓફર કરી હતી પરંતુ તે સમયે ભારતે ઓફર નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે એપલ ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન કરે. એ વાતને ધ્યાને લઈ એપલે ભારતમાં મોબાઇલ ફોન બનાવવા આગળ આવ્યું હતું અને ટાટા ગ્રૂપ સાથે કરારો પણ કર્યા હતા.
ટાટા ગ્રુપે વિસ્ટ્રોનની ભારતીય પ્રોડક્શન લાઇન ખરીદી છે જે અત્યાર સુધી આઈફોન એસેમ્બલ કરતી હતી. વિસ્ટ્રોન ભારતમાં તેનો કારોબાર બંધ કરવાનું વિચારી રહી છે. આવી સ્થિતિમાં, ટાટા ગ્રુપ હવે ભારતમાં એકમાત્ર એવું ગ્રુપ હશે જે આઈફોનને એસેમ્બલ કરશે. પહેલાં વિસ્ટ્રોન ભારતમાં આઇફોન બનાવતી હતી. હવે આ કંપનીને ભારતીય કંપની ટાટા ગ્રુપ દ્વારા ખરીદી લેવામાં આવી છે. વિસ્ટ્રોન ભારતમાં પોતાના જૂથને બંધ કરે છે.
દેશનું સૌથી મોટું અને સૌથી જૂનું ઔદ્યોગિક સમૂહ ટાટા ગ્રૂપ પણ આઆઈફોન નિર્માતાઓની લીગમાં જોડાઈ ગયું છે. ટાટા ગ્રુપ આઇફોન બનાવનારી પ્રથમ ભારતીય કંપની બનશે. ટાટા ગ્રુપ દક્ષિણ ભારતમાં સ્થિત તાઈવાનના વિસ્ટ્રોન ગ્રુપનો પ્લાન્ટ ખરીદ્યો છે. ટાટા ગ્રુપ વિસ્ટ્રોન સાથે મળીને ભારતમાં આઈફોન બનાવવાનું કાર્ય હાથ ધરસે. આ સંયુક્ત સાહસમાં ટાટા જૂથ સૌથી વધુ હિસ્સો ધરાવશે.