જો તમે પણ એવા થોડી શાંતિની પળો માણવાની પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આજે અમે તમને ભારતના એવા જ બીચ વિશે જણાવીશું જ્યાં તમે થોડા દિવસો આરામ કરી શકો છો.
ગોપાલપુર ઑનસી,ઓડિશા :
ઓડિશાનું ખૂબ જ મોંઘુ બીચ ગોપાલપુર ઑન સી આવશે.આ બેહરામપુરથી અંદાજિત 16 કિમી.ના અંતર પર છે અને ખૂબ જ સુંદર છે. આ પહેલાના સમયમાં કલિંગા ડાયનેસ્ટીનું એક મહત્વપૂર્ણ ટ્રેડિંગ પોર્ટ હતું. આજે પણ અહીંના દૃશ્યો બહુ જ
સુંદર દેખાઈ છે જ્યારે અહીં લાઇનમાં ઊભેલી કલરફુલ બોટ્સ દેખાઈ દે છે. બપોરે તમને અહીં માછીમારો કામ પરથી પરત આવતા દેખાશે. અહીં સેલિંગ અને સર્ફિંગ પણ કરી શકાય છે. આ સિવાય અહીનું જૂનું લાઇટહાઉસ પણ જોવા લાયક છે, જ્યાં દૂર-દૂર સુધી પાણી જ દેખાઈ દે છે.
વરકળા,કેરળ :
કેરળના બધા બીચમાં વરકળા સૌથી અલગ છે. અહીંની અદભુત ટોપોગ્રૈફી કદાચ તેનું કારણ હોઈ શકે છે. બીચની આજુબાજુ પહાડો છે જેની સુંદરતા સીનરી બની જાય છે. ક્લિફ્સ અહીંના ખાસ જિયોગ્રાફિકલ ફીચર પણ છે. તેને વરકળા ફોર્મેશન કહેવામાં આવે છે. અહીંથી અંદાજિત 9 કિમી.ના અંતર પર કપ્પિલ બીચ આવેલું છે. આ બીચ પણ ખૂબ જ સુંદર છે અને અહીં પણ ખૂબ ઓછા લોકો આવે છે.