જાહેર હિતની અરજી સંદર્ભે ચુંટણી પંચ દ્વારા સુપ્રીમમાં રજુ કર્યુ સોગંદનામુ
પોતાની જીત નિશ્ર્વિચ કરવા એકથી વધુ બેઠકો પર ચુંટણી લડી રહેલા નેતાઓને ઝટકો લાગે તેવો નિર્ણય ભારતના ચુંટણી પંચે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ સોગંદનામામાં જણાવ્યો છે. ભારતનાં ચૂંટણી પંચ દ્વારા સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલ એક જાહેર હિતની અરજીના જવાબમાં એફિટેવીટ રજુ કરી એકથી વધુ બેઠકો પર ચુંટણી લડવા પર ભારતના લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ ૩૩ (૭) હેઠળ ફકત એક જ બેઠક પરથી ચુંટણી લડી શકાશે તેવું સ્પષ્ટ કર્યુ હતું.
દેશમાં રાજકારણીઓ પોતાની જીતને નિશ્ર્ચિત કરવા માટે એકથી વધુ બેઠક પર ચુંટણી લડી પ્રજાના પૈસા અને માનવબળનો દુરપયોગ કરતા હોય આ મુદ્દે સુપ્રિમ કોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય કે સ્વ. વડાપ્રધાન ઇન્દીરા ગાંધી, પ્રવર્તમાન વડાપ્રધાનન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના સોનિયા ગાંધી, સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ યાદવ, બિજુ પટનાયક, એન.ટી. રામારાવ અને લાલુપ્રસાદ યાદવ સહીતના નેતાઓ એકથી વધુ બેઠકોમાં ચુંટણી લડનાર નેતાઓ છે.
સુપ્રિમ કોર્ટમાં દાખલ અરજીમાં મુદ્દે જવાબરુપે સોગંદનામુ રજુ કરી ભારતના ચુંટણી પંચે સ્પષ્ટ કર્યુ હતું કે લોક પ્રતિનિધિત્વ ધારા અધિનિયમ અંતર્ગત કલમ ૩૩ (૭) હેઠળ એક રાજકારણી માત્ર એક જ બેઠક પરથી ચુંટણી લડી શકે છે. અને એકથી વધુ બેઠકો પર ચુંટણી લડવા પર પ્રતિબંધીત કરવામાં આવે છે.નોંધનીય છે કે એકથી વધુ બેઠક પર ચુંટણી લડવાને કારણે પ્રજાના પૈસા અને તંત્રની મહેનત વ્યર્થ બનતી હોય લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ૩૩ (૭) ની અમલવાદી ખુબ જ જરુરી છે.દરયિમાન સંસદના બજેટ સત્રમાં સરકાર સામે બાયો ચડાવનાર વિપક્ષોએ સંસદનો ર૩ દિવસના કાર્યકાળમાં કામગીરી નહી થવા દેતા એનડીએના સાંસદોએ સંસદમાં બગડેલા ર૩ દિવસનો પગાર નહી લેવાનું જાહેર કરી વિપક્ષ પર પસ્તાળ પાથરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,