મહારાષ્ટ્રમાં ફરી ‘હિન્દુત્વ’નો સુર્યોદય થશે?
- આજે ગમે તે ઘડીએ મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલતા ઘમાસણનો અંત આવી જાય તેવી સંભાવના
- શિવસેના છોડયા વિના કે નવો પક્ષ બનાવ્યા વિના એકનાથ શિંદે શિવસેના અને સરકારના સર્વે સર્વા બની જશે?
મહારાષ્ટ્રમાં ફરી એકવાર હિન્દુવાદી સરકાર બને તેવા ઉજળા સંજોગો વર્તાય રહ્યા છે લધુમતિમાં મૂકાયેલા મુખ્યમંત્રી ઉઘ્ધવ ઠાકરેએ ગઇકાલે રાત્રે સત્તાવાર સરકારી નિવાસ સ્થાન ‘વર્ષા’ ને ખાલી કરી ’માતોશ્રી’ માં પહોંચી ગયા છે મુખ્યમંત્રી પદની સાથે ઉઘ્ધવ હવે શિવસેનાનો કમાન્ડ પણ ગુમાવી બેસશે., એકનાથ શિંદે જ આગામી દિવસોમાં શિવસેનાના નાથ બની જશે. તેઓની સાથે 43 ધારાસભ્યો ઉપરાંત શિવસેનાના 17 સંસદસભ્યો પણ અડિખમ બનીને ઉભા છે મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતી રાજકીય ધમાસાણનો આજે ગમે તે ઘડીએ અંત આવી જાય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ગત ચુંટણીમાં ભાજપ અને શિવસેના ગઠબંધન કરીને ચુંટણી લડયું હતું. જેમાં બન્નેને બહુમતી પ્રાપ્ત થઇ હતી. પરિણામ બાદ ઉઘ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદની વહેચણી મામલે આડા ફાડયા હતા પરિણામે ભાજપે અને શિવસેના વચ્ચેનું ગઠબંધન ફુટયું હતું.
એનસીપી અને કોંગ્રેસના ટેકાથી ઉઘ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. અઢી વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યા બાદ શિવસેના પોતાનો મુળભૂત ‘હિન્દુત્વ’ નો માર્ગ ચૂકી ગઇ હોવાનું જણાતા છેલ્લા ઘણા સમયથી નારાજ સાચા સૈનિક એવા કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ સરકાર સામે બળવો પોકાર્યો હતો જો કે શિંદેએ એકવાત બરાબર પાડી રાખી હતી કે તેઓ શિવસેનાને છોડવાના નથી. પક્ષના મુળ હેતુને તેઓ કાયમી વળગી રહેશે અને બાલા સાહેબના સપનાને સાકાર કરશે પરિણામ સ્વરુપ આજે મહારાષ્ટ્રમાં શિવસેનાના પપ માંથી 43 ધારાસભ્યો એકનાથ શિંદેના પડખે આવી ઉભા રહી ગયા છે. 17 સાંસદો પણ તેઓના સંપર્કમાં હોવાનું ચર્ચાય રહ્યું છે. મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થશે એ વાત ફાઇનલ થઇ ગઇ છે. હવે એકનાથ શિંદે નવી સરકાર તો સર્વેસર્વા રહેશે જ સાથો સાથ શિવસેનાના પણ નાથ બની રહેશે. મહારાષ્ટ્રમાં ફરી હિન્દુત્વની સરકાર બનશે તે નિશ્ર્ચીત છે.
એક સાચા શિવસેનીકન છાજે તે રીતે એકનાથ શિંદેની કાર્ય પ્રણાલી રહી છે. તેઓ બાલા સાહેબ ઠાકરેની માફક કામ કરી રહ્યા છે. શિવસેના છોડવાની તેઓ કયારેય વાત કરી નથી. હેતુ ભટકી ગયેલી સેનાને ફરી મુળ હેતુમાં લાવવાની સતત વાતો કરી રહ્યા છે જેના કારણે આજે લગભગ આપી શિવસેના તેની બાજુમાં આવીને ઉભી રહી ગઇ છે. મહારાષ્ટ્રમાં શિવસેના પપ માંથી 43 થી વધુ ધારાસભ્ય શિંદેની સાથે છે આ ઉપરાંત શિવસેનાના 17 સંસદ સભ્યો પણ તેઓની સાથે છે.
જયારે મહારાષ્ટ્રમાં અઘાટી ગઠબંધનની સરકાર બનવાનો નિર્ણય લેવાયો ત્યારે એક સર્વ માન્ય નામ તરીકે શિવસેનાના એકનાથ શિંદેનું નામ ઉપસ્યું હતું. પરંતુ એનસીપીના સુપ્રીમો શરદ પવારના આગ્રહના કારણે ઉઘ્ઘ્વ ઠાકરેએ સીએમની ખુરશીએ બેસવું પડયું. આ લક્ષ્મણ રેખા ઓળંગવાનું હવે ઉઘ્ધવને મોધુ પડી રહ્યું છે. પોતાના જ પક્ષના પપ માંથી 43 ધારાસભ્યો એ પક્ષનો મુળભૂત એજન્ડા વિસરાતા સરકાર સાથે છેડો ફાડી નાંખ્યો છે.
બીજી તરફ લોકસભાની આગામી ચૂઁટણીમાં મહારાષ્ટ્રમાંથી શકય તેટલી બેઠકો જીતવા માટે ભાજપ શિવસેના સાથે ગઠબંધન કરશે તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર વાસીઓના દીલ જીતવા વધુ બેઠકો હોવા છતાં ભાજપ મુખ્યમંત્રી પદે શિવસેનાને આપશે. અને એકનાથ શિદે સીએમ બનાવશે શિંદેએ એક કાંકરે અનેક પક્ષીઓને માર્યા છે. શિવસેનાની સાથે જ રહીશ પક્ષ છોડીશ નહી તેવું રટણ કરી તેઓ હવે પક્ષના સર્વેસર્વા બની ગયા છે. સાથે સાથે સરકારના પણ બોસ બનીને આવશે.
શિવસેનાના 17 સાંસદો પણ “એકનાથ” એકરસ
હાર્ડકોર શિવ સૈનિક એકનાથ શિંદે હવે શિવસેનાના સર્વે સર્વા બની રહ્યા હોવાનું ફાઇનલ બની ગયું છે. રાજનેતાઓ હમેંશા જે દિશામાં પવન ચાલતો હોય તે દિશામાં જ ચાલતા હોય છે. મહારાષ્ટ્રના 55 પૈકી 43 શિવસૈનિકો અર્થાત શિવસેનાના ધારાસભ્યોએ એકનાથ શિંદેનો હાથ પકડી લીધો છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થઇ રહ્યું છે ત્યારે શિવસેનાના 17 સાંસદોએ પણ “અમે તમારી સાથે જ છીએ” તેવો સંદેશો એકનાથ શિંદેને મોકલ્યો છે. મહારાષ્ટ્રથી શિવસેનાના પ્રતિક પર ચૂંટાયેલા 17 સાંસદોએ નવુ જૂથ બનાવી શિંદે છાવણીમાં આવવાની તૈયારી બતાવી છે. શિવસેના હવે “ઠાકરે” પરિવાર પુરતી ન રહેતા શિંદે પરિવાર તરફ વેગ પકડી રહી છે.
106 બેઠક હોવા છતા ભાજપ મુખ્યમંત્રી તો શિંદેને જ બનાવશે?
મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન નિશ્ર્ચિત મનાય રહ્યું છે, રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાં બહુમતી માટે 145 બેઠકોની આવશ્યકતા છે. ભાજપ પાસે હાલ 106 બેઠકો છે. બહુમતી માટે માત્ર 37 બેઠક ઘટે છે. આવામાં એકનાથ શિંદે પાસે 48 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. સામાન્ય રીતે જેની પાસે વધુ બેઠક હોય તે પક્ષનો મુખ્યમંત્રી બનતો હોય છે. પરંતુ મહારાષ્ટ્રમાં પોતાની પાસે 106 બેઠકો હોવા છતા ભાજપ મુખ્યમંત્રી પદે તો એકનાથ શિંદેને બેસાડશે તે ફાઇનલ મનાઇ રહ્યું છે. લોકસભાની આગામી ચૂંટણીમાં ફરી બહુમતી મેળવવા માટે મહારાષ્ટ્રમાં 25 થી વધુ બેઠકો જીતવી ફરજિયાત છે. લોકસભામાં બેઠકો લણવા માટે ભાજપ શિંદેને સીએમની ખુરશી આપી લોકપ્રિયતાનું વાવેતર કરશે.
લક્ષ્મણ રેખા ચૂકેલા ઉઘ્ધવ હવે પેટ ભરીને પસ્તાય રહ્યા હશે
સત્તાની લાલચમાં શિવસેનાના મુળભૂત સિઘ્ધાંતો સાથે બાંધ છોડ કરનાર ઉઘ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવા માટે લક્ષ્મણ રેખા ઓળંગી હતી. હવે સમય એવો આવ્યો છે કે ઉઘ્ધવે સરકારમાંથી તો હાથ ધોઇ નાંખવા પડયા છે પરંતુ પક્ષ પણ તેના હાથમાંથી સરકી રહ્યો છે. જો એનસીપી અને કોંગ્રેસ સાથેના ગઠબંધન વેળાએ ઉઘ્ધવે એકનાથ શિંદે કે અનય કોઇ સાચા શિવસૈનિકને મુખ્યમંત્રી બનાવ્યા હોત તો તેઓ ‘માતોશ્રી’માં બેઠા બેઠા સુપર સી.એમ. બની મહારાષ્ટ્રની સરકાર ચલાવી રહ્યા હોત પણ સત્તાની
લાલચમાં કરેલી સામાન્ય ભુલ આજે મોટું પરિણામ ચૂકવવા મજબુર કરી રહી છે. ગઇકાલે ઉઘ્ધવ.ે મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસ સ્થાન ‘વર્ષા’ છોડી દીધું છે અને બિસ્તરા-પોટલા સાથે ફરી માતોશ્રીની વાટ પકડી લીધી છે. જેવા તેઓએ ‘માતોશ્રી’માં પગ મૂકયો કે હવે શિવસેનાનું કેન્દ્ર સ્થાન પણ ઠાકરે પરિવારના હાથમાંથી શિંદે પરિવાર તરફ જતું હોય તેવું લાગી રહ્યું છે.
‘હાર્ડકોર’ શિવ સૈનિક એકનાથ શિંદે ભારતીય રાજનીતિનો આશાસ્પદ ચહેરો
રાજકારણમાં જોડાયા બાદ સત્તા માટે રાજનેતાઓ સિઘ્ધાંતો નેવે મુકી દેતા હોય છે જે દિશામાં પવન ચાલતો હોય તે દિશામાં તેમનું રૂખ રહે છે. માત્રને માત્ર હિન્દુત્વની રાજનીતિના બૂલંદ ઇરાદા સાથે શિવ સેનામાં જોડાયેલા મહારાષ્ટ્રના ટોચના નેતા એકનાથ શિંદે હવે ભારતીય રાજનીતીમાં એક આશાસ્પદ ચહેરો બની રહ્યા છે કારણ કે જયારે તેઓનું એવું લાગ્યુ કે એનસીપી અને કોંગ્રેસ સાથે જોડાણ કર્યા બાદ હવે શિવસેના પોતાના મુળભુત
સિઘ્ધાંતોને વિસરી રહી છે ત્યારે સત્તામાં હોવા છતાં તેઓએ અવાજ ઉઠાવ્યો, સાથે સાથે એ વાતનો વારંવાર ઉલ્લેખ કર્યા કે હું શિવસેના છોડવાનો નથી. આજે સમય એવો આવીને ઉભો છે કે શિંદેના સમર્થકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. 11 ધારાસભ્યો સાથે સુરત આવેલા શિંદે હાલ શિવસેનાના 43 ધારાસભ્યો સાથે ગુવાહાટીના બેઠા છે. મહારાષ્ટ્રના શિવસેના 17 સાંસદ સભ્યો પણ તેના સંપર્કમાં છે. શિંદે મહારાષ્ટ્રના પ્રથમ પંકિતના નેતા તો છે જ પરંતુ હવે તેઓ ભારતના એક આશાસ્પદ નેતા બની ગયા છે.’
‘માતોશ્રી’ સરકાર અને સંગઠન પરથી પકડ ગુમાવી દેશે
શિવસેનાની સ્થાપના કાળથી પક્ષનો તમામ વહીવટ માત્ર ‘માતોશ્રી’ થી ચાલતો હતો. સરકાર ગમે તે હોય મહારાષ્ટ્રમાં ખુદ બાબાસાહેબ ઠાકરને ‘સરકાર’ માનવામાં આવતા હતા. સત્તાની લાલચમાં ઉઘ્ધવે હિન્દુત્વના સિંઘ્ધાતો બાજુમાં મુકી દેતા હવે એવા દિવસો આવી ગયા છે કે ‘માતોશ્રી’ એ સરકાર સાથે સંગઠનમાંથી પણ પકડ ગુમાવી દીધી છે. શિવસેનાના નવા નાથ એકનાથ શિંદે જ બની રહેશે તે ફાઇનલ મનાય રહ્યું છે. સેનાના પપમાંથી 43 ધારાસભ્યો ઉપરાંત 17 સાંસદો શિંદેના પડખે આવીને ઉભા છે જે સાબિત કરે છે કે હવે સરકાર તો છોડો ઠાકરે પરિવાર શિવસેના પરથી પકકડ પણ ગુમાવી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની સરકાર બનશે
મહારાષ્ટ્રમાં નવી સરકાર ભાજપ અને શિવસેનાની બનશે તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે. કારણ કે અઘાડી સરકાર સામે અવાજ ઉઠાવનાર શિવસેનાના 43 ધારાસભ્યોએ પક્ષ છોડ્યો નથી અને તેઓની સામે પક્ષોતર ધારો પણ લાગુ કરી શકાય તેમ નથી. એકનાથ શિંદે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન એક નહીં અનેકવાર એવું કહી ચૂક્યા છે કે અમે સાચા શિવ સૈનિકો છીએ. બાલા સાહેબના સિધ્ધાંતોને વરેલા છીએ. જો ઉદ્વવ ઠાકરે એનસીપી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે ગઠબંધન કરે તો અમે સાથે છીએ. આ નિવેદન પરથી એક વાત ચરિતાર્થ થાય છે કે ઉદ્વવ સામે બાંયો ચડાવનારા 43 ધારાસભ્યો શિવસેના છોડવાના નથી કે નવો પક્ષ બનાવવાના નથી. મહારાષ્ટ્રમાં નવી સરકાર ભાજપ અને શિવસેનાની બનશે.]