વિમાન ૩૦૦૦ મીટરથી વધુ ઊંચાઇએ પહોંચે ત્યારે જ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરાશે તેમજ એરલાઇન્સ વાઇફાઇ સર્વિસ પુરી પાડશે.
હવે હવાઇ મુસાફરી દરમિયાન પણ ફોન તથા ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકાશે. આ માટે ટેલીકોમ રેન્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડીયા ટાયે મંજુરી આપી દીધી છે. જો કે, ઉડાન દરમિયાન મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે એરલાઇન્સે ઘણા નિયમો ઘડયા છે. જેમાં વિમાન ૩૦૦૦ મીટરથીવધુની ઊંચાઇએ પહોચે ત્યારે જ મોબાઇલ ફોન સર્વીસ વાપરી શકાશે અને આ માટે એરલાઇન્સ વાઇફાઇની સેવા પુરી પાડશે.
વિમાનમાં શંકાસ્પદ ગતિવિધીઓને અટકાવવા અને આતંકવાદી મોબાઇલ નેટવર્કને દુર રાખવા તેમજ વિમાનમાં મુસાફરોની સલામતિને લઇ આ કેટલાક નિયમો સુચવાયા છે. જો કે અત્યાર સુધી વિમાનમાં ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ હતો. અંતે ત્રણ વર્ષ બાદ એવીએશન મંત્રાલયે આ પ્રકારે નવા નિયમોના અમલ માટે સંસદમાં પ્રસ્તાવ મુકયો છે.
ઉલ્લેખનીય છે કે વિદેશી એરલાઇન્સમાં આઇએફસી સેવા પુરી પડાય છે. જે હવે ભારતની એરલાઇન્સમાં પણ આપવામાં આવશે. અને આ માટે વિમાનમાં અલગથી આઇએફસી સર્વિસ પ્રોવાઇડર આપવા ટ્રાયે ભલામણ કરી છે. તેમને આ સંપૂર્ણ માળખુ તમામ એરકાફ્રટ એરલાઇન્સ ચાર્ટસ્ટ અને બીઝનેશ જેટમાં લાગુ થશે.