અબતક, રામસિંહ મોરી
સુત્રાપાડા કેવીકે ગીર સોમનાથના વિષય નિષ્ણાંત પૂજાબેન નકુમે જણાવ્યું હતું કે ભાકૃઅનુપ, નયુ દિલ્હીના આદેશ હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ગરૂડા એરોસ્પેસ લિ. ચેન્નઇ, તમિલનાડુ ટીમ દ્વારા ખેતીના પાકમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટેનું મેથડ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેવીકેની સમગ્ર ટીમ તેમજ 4પ જેટલા ખેડુત મિત્રોએ હાજરી આપી હતી.
આ ડ્રોન દ્વારા કોઇપણ પાકમાં દવાનો છંટકાવ કરી શકાય છે.
આ ઉપરાંત આ ડ્રોન બેટરી સંચાલીત કે પેટ્રોલ-ડીઝલ સંચાલીત હોય છે કે જેના દ્વારા ખુબ જ ઓછા સમયમાં વધુ વિસ્તારમાં દવાનો છંટકાવ કરી શકાય છે. આ ડ્રોન દ્વારા ધાન્ય પાક, રોકડીયા પાક, હેઠળ પાક તથા નાળીયેર અને આંબા વગરે જેવા બાગાયતી પાકોમાં દવાનો છંટકાવ કરી શકાય છે.