ભાષાની મર્યાદા તોડશે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ

ટેકનિકલ શિક્ષણમાં એઆઈના ઉપયોગથી ભાષાકીય નડતર દૂર થશે

એન્જિનિયરીંગ જેવા કોર્ષ હવે કોઈ પણ ભાષામાં કરી શકાશે

આજના 21મી સદીના આધુનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીએ માનવ જીવન સરળ બનાવી દીધું છે. ટેકનોલોજીનો વધતો જતો ઉપયોગ શિક્ષણ ક્ષેત્ર માટે મોટો લાભદાયી મનાઈ રહ્યો છે. ત્યારે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ હવે શિક્ષણમાં ભાષાઓની મર્યાદા તોડી વિદ્યાર્થી તેમજ શિક્ષકો માટે સુગમતા ઉભી કરશે. ટેકનિકલ શિક્ષણ માટે સર્વોચ્ચ સંસ્થા AICTEએ અંગ્રેજી ઉપરાંત આઠ અન્ય ભારતીય ભાષાઓમાં એન્જિનિયરિંગ શિક્ષણના દ્વાર ખોલ્યા છે. ભારતીય ટેકનોલોજી સંસ્થાએ એઆઈ આધારિત ઓપન સોર્સ સિસ્ટમ લોન્ચ કરી છે. જે અંગ્રેજીથી હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં એન્જીનીયરીંગની વૈજ્ઞાનિક અને તકનીકી શબ્દોનું ભાષાંતર કરે છે.

પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગના અભ્યાસને વેગ આપવા માટે આગામી એક વર્ષમાં 500 એન્જિનિયરિંગ પુસ્તકોનું હિન્દીમાં અને ત્રણ વર્ષમાં 15 ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવાનું લક્ષ્ય સેવાયું છે તેમ સંસ્થાએ માહિતી આપતા જણાવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને, સિસ્ટમ જે ઝડપે અનુવાદકો જાતે કામ કરશે તેના છઠ્ઠા ભાગમાં કાર્ય પૂર્ણ કરે તેવી અપેક્ષા છે.

સંસ્થાના અધ્યક્ષ અધ્યાપક ગણેશ રામકૃષ્ણન, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગ- આઈઆઈટી બોમ્બે, અને તેમની ટીમે હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં તકનીકી ઉપલબ્ધતાનું વિશ્લેષણ કર્યું. અને ભાષાકીય રૂપાંતર કર્યું. આનાથી હવે એન્જિનિયરિંગ પ્રાદેશિક ભાષામાં પણ કરી શકાશે. અત્યાર સુધી એન્જિનિયરિંગ અંગ્રેજીમાં કરાય છે.

પ્રોજેક્ટ માટે મશીન આધારિત અનુવાદની પર કૃષ્ણસ્વામી વિજયરાઘવન કે જેઓ કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર છે તેમણે જણાવ્યું  કે, ટેકનોલોજીના કારણે અમે દરેક ક્ષેત્રમાં શબ્દકોશો બનાવી શકીએ છીએ. અમે તેને સ્કેન કરી શકીએ છીએ અને ડિજિટલાઈઝ કરી શકીએ છીએ અને તેનું ભાષાંતર કરી શકીએ છીએ. મોટા ભાગના દસ્તાવેજો માટે તમે મશીનથી ઉચ્ચ સ્તરની ભાષાકીય અનુવાદમાં ચોકસાઈ મેળવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.