ભારતીય રેલવે સતત પોતાની સર્વિસમાં ફેરફારની સાથે નવા-નવા અપડેટ કરી રહી છે.મુસાફરોને સારી સુવિધા આપવા માટે રેલવે પોતાની સર્વિસમાં નવા અપડેટ કર્યા છે. ઘણીવાર રેલવેમાં મુસાફરી દરમિયાન ઊંઘના કારણે આપણે જે સ્ટેશન પર જવું હોય તે સ્ટેશનથી આગળ નીકળી જઈએ છીએ, જેનાં કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ સુવિધાથી તમે આ મુશ્કેલીથી બચી શકો છો.

આ સેવાનો ફાયદો ટ્રેનમાં કોઈ પણ મુસાફર ઉઠાવી શકે છે. આ સુવિધા મુસાફરોને રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી મળશે. રેલવે તરફથી તેના માટે માત્ર 3 રૂપિયા નક્કી કરવામાં આવ્યાં છે. જો તમે આ સર્વિસને લો છો તો તમારા સ્ટેશનના 20 મિનિટ પહેલા તમારા ફોન પર એલર્ટ મોકલવામાં આવશે. કારણકે તમે પોતાના સામાન વગેરેને યોગ્ય રીતે મુકી શકો અને સ્ટેશન આવતા ટ્રેનમાંથી ઉતરી જાઓ.

આ રીતે તમે લઈ શકો છો આ સુવિધાનો લાભ

  1. ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ સેવાને શરૂ કરવા માટે મુસાફરોને IRCTCની હેલ્પલાઈન 139 પર કૉલ કરવો પડશે.
  2. કૉલ રિસીવ થવાથી પોતાની ભાષાની પસંદગી કરવી પડશે.
  3.  ડેસ્ટિનેશન એલર્ટ માટે પહેલા 7 નંબર અને પછી 2 નંબર દબાવવો પડશે.
  4. ત્યારબાદ મુસાફરને 10 આંકડાનો પીએનઆર નંબર પૂછવામાં આવશે.
  5. પીએનઆર નોંધ્યા બાદ કન્ફર્મ કરવા માટે 1 ડાયલ કરવો પડશે.
  6. આ પ્રક્રિયા બાદ સિસ્ટમ પીએનઆર નંબરનુ વેરિફિકેશન કરી વેકઅપ એલર્ટ ફીડ કરી દેશે.
  7. તેનો મુસાફરના મોબાઈલ પર કન્ફર્મેશનનો એસએમએસ મળશે.

  

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.