ભારત આયાતના ચુકવણામાં 85 ટકા ક્રૂડનો હિસ્સો, બીજા દેશથી આવતા ક્રૂડનો વધતો ઉપયોગ રૂપિયાને નબળો પાડી રહ્યો છે

ક્રૂડ માટે ભારત આરબ દેશો ઉપર નિર્ભર છે. પણ હવે આ નિર્ભરતા દૂર કરવાની જરૂર છે. જો વિશ્વગુરૂ બનવા તરફ આપણે દોટ મૂકી રહ્યા હોય તો ક્રૂડનો સળગતો પ્રશ્ન હવે ઠારવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. જેના વિકલ્પમાં ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વ્હીકલ જ છે. તો આના માટે હવે સરકાર જાગી પણ છે અને આ દિશામાં પગલાં લેવાનું શરૂ પણ કરી દીધું છે.

હાલ ભારત 12 લાખ કરોડનું પેટ્રોલ, ડીઝલ સહિતની ઊર્જા ઈમ્પોર્ટ કરે છે. જોકે દેશમાં ગ્રીન હાઈડ્રોજન પર કામ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ભારત ગ્રીન હાઈડ્રોજન એક્સપોર્ટ કરતો દેશ બનશે. બીજી તરફ ઇલેક્ટ્રિક વ્હીકલનો સમય ભારતમાં શરૂ થઈ ગયો છે. આ વર્ષથી જ લોકોમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ક્રેઝ ખૂબ વધ્યો છે. જે સારી બાબત છે. ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપનીઓને પણ આ વર્ષે લોટરી લાગી ગઈ છે. તેઓને ઐતિહાસિક ઓર્ડર મળ્યા છે.

ભારત આયાતનું જેટલું ચૂકવણું કરે છે. તેમાંથી 85 ટકા હિસ્સો ક્રૂડનો છે. ભારત ક્રૂડમાં આરબ દેશો ઉપર નિર્ભર છે. આ કારણોસર જ રૂપિયો નબળો પડતો જાય છે. ભારતનું હુંડિયામણ ક્રૂડમાં જ વેડફાય છે. પણ હવે ક્રૂડનો સળગતો પ્રશ્ન ઠારવામાં ઇલેક્ટ્રિક વ્હીકલ અને ગ્રીન હાઇડ્રોજન વ્હીકલ આશાનું કિરણ બન્યા છે. સરકારને આ વાત બરાબર સમજાઈ ગઈ છે. માટે સરકાર પણ ફેરફારો લાવવા માટે મક્કમતાથી આગળ વધી રહી છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ અને ગ્રીન હાઇડ્રોજન એ પૈસાની તો બચત કરે જ છે. સાથે સાથે આખું વિશ્વ જેનાથી પીડાઈ રહ્યું છે તે પર્યાવરણના પ્રશ્નમાં પણ રાહત અપાવે તેમ છે. એટલે હવે આવનારો સમય આ બન્ને ઇંધણનો હશે તેવું ચોક્કસ કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.