હાઇવે પર રોજના અનેકો વાહનોને મુસાફરી કરવાની હોય છે. અને હવેની ઝડપી યુગમાં આ મુસાફરી દરમિયાન ટોલનાકા પર વાહનોની લાંબી લાઇનમાં ઊભા રહી સમય બગાડવો પોસાય તેમ પણ નથી ત્યારે એડ્વાન્સ ટેકનૉલોજિનો ઉપયોગ કરી ભારત સરકારે ઓનલાઈન ટોલટેક્સ ભરી શકાય તેવી સુવિધાઓ પૂરી પડી છે. જેમાં ઇંડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લી. જે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (NHAI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નું જોડાણ છે જેના દ્વારા પ્રવાસીઓને કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે જેની એપ્લિકેશન કર્યા બાદ 24 કલાકમાં કાર્ડ ઘરે પહોચે તેવી સુવિધા આપવામાં આવી છે.
એક મોબાઈલ એપ પણ લોન્ચ કરવામા આવશે જેના દ્વારા પણ ટોલટેક્સ ભરવામાં સરળતા રહેશે. જે આગામી 31 ઓક્ટોબરથી કાર્યરત થશે તેમજ FASTags 1લી. સપ્ટેમ્બરથી કાર્યરત થશે અત્યાર સુધીમાં આ સુવિધાનો લાભ લેવા સાતલખ વાહનોનું રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આ સિસ્ટમમાં વાહનોમાં રેડિયો ફ્રીક્વન્સી દ્વારા ઓળખ કરવામાં આવશે તેમજ 2013 માં 74 જેટલા વાહન મેન્યુફેક્ચર્સ દ્વારા તેના વાહનોમાં આ સુવિધા મૂકવામાં આવી છે જે વાહનો આ સુવિધા યુક્ત છે. તેઓને માત્ર એક્ટિવ કરવવાની જ જરૂર રહે છે.
અહી જણવાજેવી વાત એ છે કે GSTના આવ્યા બાદ ચેકપોસ્ટ હટાવવામાં આવ્યા છે. જેના કારણે ટ્રાન્સપોર્ટરોનો ઘણો સમય બચવાથી જે દિવસના 200km ની મુસાફરી કરતાં તેને બદલે 325km ની મુસાફરી કરી શકે છે. તો આ રીતે સરકારની આ સુવિધા મુસાફરોને ઘણી લાભદાયી નીવડશે તેવું દર્શાઇ રહ્યું છે.