મોટાભાગે ચોમાસામાં વાળ ખરવા, ખંજવાળ અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ સામાન્ય ગણાય છે. તેમજ ધૂળ અને માટી વાળમાં જવાથી વાળને ડેમેજ પણ થઇ જાય છે. જેથી આવા વાતાવરણમાં વાળને એકસ્ટ્રા કેરની જરૂર હોય છે
– કેર કરવા સરળ ટિપ્સનો ફોલો કરો અને મેળવો વાળની દરેક પરેશાનીથી છુટકારો..
– સૌપ્રથમ વાળને તેલનું અથવા ઓલિવ ઓઇલ ગરમ કરીને કોટન બોલની મદદથી હળવા હાથે તમારા સ્કાલ પર લગાવો અને ૫ મિનિટ સુધી આમ જ રહેવા દો આવુ ૩ થી ૪ વખત કરો. આ રીતે કરવાથી વાળ યોગ્ય રીતે તેલ શોષવામાં મદદ મળશે.
– લીમડો આપવશે ખંજવાળથી છૂટકારો :ચાર કપ પાણીમાં એક મુઠ્ઠી લીમડો નાખીને રાત એમ જ રહેવા દો. બીજા દિવસે લીમડાને નિચોવી લો અને પાણીથી વાળને ધોઇ લો. આનાથી ખંજવાળ અને ડેન્ડ્રફ થવાની શક્યતા નહિવત રહે છે.શેમ્પુ છે. જરૂરી
– ચોમાસામાં વાળને દર ૩ થી ૪ દિવસના અંતર ધોવાનું રાખો ખાસ કરીને જ્યારે તમારા વાળ ઓઇલી હોય. આ માટે હર્બલ શેમ્પુનો ઉપયોગ વધારે સારો રહેશે.મહેદી :- મહેંદીથી વાળમાં વોલ્યુમ આવે છે અને તેનાથી ઘટ્ટ દેખાય છે.