એક બટન દબાવો અને ૧૦૮ હાજર : ૧૦૮ ની નવી એપ લોન્ચ
યમરાજને પણ રૂકજાવો કહી દે તેવી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા માટે હોવી કોલ નહિ કરવો પડે આધુનિક સમય સાથે કદમ મિલાવી ૧૦૮ માટે ખાસ એપ લોન્ચ કરવામાં આવી છે જેમાં એક બટન દબાવતા જ ૧૦૮ હાજર થઈ જશે, ગઈકાલે ટંકારા ખાતે લોકોને એપ ડાઉનલોડ કરાવવા કેમ્પઈન યોજાવામાં આવ્યું હતું જેનો હજારો લોકોએ લાભ લીધો હતો.
હવે અકસ્માત સમયે ૧૦૮ ને ફોન કરવાની જરૂર નહીં પડે કારણકે ૧૦૮ ની સેવાને સરળ બનાવવા માટે એક નવું સોપાન ઉમેરવામાં આવ્યું છે જેમાં ૧૦૮ ગુજરાત મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે, જે અકસ્માત સમયે લોકેશનના આધારે મોબાઈલ માં આપેલા બટન દબાવવાથી ઘટનાસ્થળે સરળતાથી પહોંચી જશે સાથે-સાથે મોબાઇલમાં ૧૦૮ ની માહિતી પણ કયા નંબર નું વાહન ઈ એમ ટી નો નંબર રૂટ તથા પહોંચવાનો સમય ની જાણકારી પણ મોબાઇલ એપ દ્વારા સરળતાથી ઘાયલ અથવા સ્નેહીજનો કે લોકોને પણ મળી રહેશે. આ એપનો લાભ વધુને વધુ લોકો ઊઠાવે માટે ટંકારા ૧૦૮ ટીમના રાજુ દુબરીયા પાઈલોટ ડો. વલ્લભ લાઠીયા અને ઈકબાલ દ્વારા કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લતીપર ચોકડીએ તથા ટંકારા વિસ્તાર રોડ ઉપર વધુને વધુ લોકો આ એપનો લાભ લે એ માટે માહિતી પૂરી પાડી હતી.
કઈ રીતે એપને ડાઉનલોડ કરશો
એન્ડ્રોઇડ અને આઇઓએસ મોબાઇલ ફોનમાં પ્લેસ્ટોરમાં ૧૦૮ ગુજરાત એપ ડાઉનલોડ કરવાની રહેશે મોબાઇલ યુઝરનું નામ મોબાઈલ નંબર બ્લડ-ગ્રુપ જેવી માહિતી એપમાં આપવાની રહેશે ત્યારબાદ એપ ચાલુ થઇ જશે અને લાલ કલરના રાઉન્ડમાં ૧૦૮ ના સિમ્બોલ પર નુ બટન દબાવાથી કોલ થઈ જશે અને તમારું લોકેશન મળી જવાથી ૧૦૮ પહોંચી જશે.