ફી રેગ્યુલેટરી બીલ-૨૦૧૭ અંતર્ગત તમામ પ્રક્રિયાઓ સમજાવવા જીલ્લા શીક્ષણ અધિકારી સેમિનાર યોજશે
ખાનગી શાળાઓમાં બેફામ ફી વધારો રોકવા ફી રેગ્યુલેટરી બીલ-૨૦૧૭ બહાર પડાયુ છે. જે અંતર્ગત તમામ જ‚રી દસ્તાવેજો ફી રેગ્યુલેટરી કમીટીને પહોંચાડવા શિક્ષણ વિભાગે બધા જીલ્લા શિક્ષણ અધિકારીને શાળા મેનેજમેન્ટો માટે સેમીનાર યોજવા કહ્યું છે. ખાનગી શાળાઓને આ તમામ પ્રક્રિયા સમજાવવા ડીસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસર (ડીઇઓ) સેમીનાર યોજી ‘ફી’ના પાઠ ભણાવશે.
ગુજરાત સ્ટેટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (ફી રેગ્યુલેટરી) બીલ – ૨૦૧૭ હેઠળ નિયમ અને નિયંત્રણો નક્કી કર્યા બાદ કમીટી માટે એક પેનલ પણ રચાઇ ગઇ છે. કમીટીએ તમામ ખાનગી શાળાઓ પાસેથી દસ્તાવેજો માંગ્યા છે. અને ફી માળખાના અમલીકરણ માટે મંજૂરી મેળવવા કહ્યું છે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, સેમિનાર યોજવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે ફી માળખાની તમામ પ્રક્રિયાથી શાળાઓ માહિતગાર થઇ શકે અને જો કોઇ ગુંચવણ ઉભી થાય તો તેનો નિકાલ આવી શકે.
રાજ્યના દરેક જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફીસર (ડીઇઓ) દ્વારા સેમીનારનું આયોજન કરાશે. એક્ટને લાગુ કરવા શાળાઓને ડોક્યુમેન્ટ જમા કરાવવા અંગે જાણકારી અપાશે. આ દસ્તાવેજોમાં શિક્ષકોને આપવામાં આવતી સેલેરીનું સ્ટેટમેન્ટ, આવક સ્ટેટમેન્ટ, સીએ ડોક્યુમેન્ટ, શાળામાં કેટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે તે અંગેનું પ્રમાણપત્ર, બીલીંગ, જમીન દસ્તાવેજો અને શાળામાં કેટલા કલાસ છે વગેરેની માહિતી દર્શાવતા દસ્તાવેજો રજુ કરવા પડશે. જો શાાળઓ આ માટેની અરજીઓ નિર્ધારીત સમયમાં રજુ નહીં કરે તો, એક્ટને લાગુ કરવામાં વિલંબ થશે.