ટી.વી. ચેનલોની ફરિયાદથી વારંવાર કોન્ડોમની જાહેરાતો દેખાશે નહીં
ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ મંત્રીએ સોમવારના રોજ ટીવી પર દેખાડાતી કોન્ડોમની જાહેરાતો પર લગામ લગાવી હતી સવારે ૬ થી રાતનાં ૧૦ સુધી કોઈપણ પ્રકારનાં કોન્ડોમની જાહેરાત ટી.વી. પર બતાવી શકાશે નહી ઘરી ચેનલોની ફરિયાદ આવી હતી. કે કોન્ડોમની જાહેરાતો માટે તેમને રકમ તો મળે છે. પરંતુ અમુક સમયે તે જાહેરાતો બતાવવી યોગ્ય નથી મિનિસ્ટરે જણાવ્યું હતુ કે, કોન્ડોમની જાહેરાતો બાળકો માટે યોગ્ય નથી. કેબલ ટેલીવીઝન નેટવર્ક નિયમ પ્રમાણે ટેલીવીઝન ચેનલો ફરિયાદ કરી શકે છે. કોન્ડોમની જાહેરાતો ખાસ કરીને બાળકો માટે નુકશાનકારક છે. ગત માસમાં જ દર્શકો દ્વારા ફરિયાદ આવી હતી કે ગર્ભનિરોધક બ્રાન્ડ સ્પષ્ટ પુખ્ત ક્ધટેન્ટ દ્વારા પોતાની પ્રોડકટને પ્રમોટ કરે છે. એડર્વટાઈઝીંગ સ્ટાંડર્ડ કાઉન્સીલે આ મામલે મિનિસ્ટરને કોન્ડોમની જાહેરાતો રાત્રે ૧૧ થી સવારનાં ૫ વાગ્યા સુધી બતાવવાની સલાહ આપી હતી. તેથી કોન્ડોમ કંપનીઓને ફટકો પડયો છે. પરંતુ તેમને થોડી બાંધછોડ આપવામાં આવી છે.
તાજેતરમાં જ કોન્ડોમ બ્રાન્ડ મેનફોર્સ સની લિયોનની જાહેરાતને લઈ વિવાદમાં ફસાઈ હતી જેમાં તેમણે નવરાત્રી અને કોન્ડોમને સાથે દર્શાવી લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો જેના લીધે તે વિવાદમાં સપડાઈ ચૂકી હતી. ત્યારે હવે કોન્ડોમની જાહેરાતો હવે ટી.વી. પર તમને વારંવાર દેખાશે નહી.