ભારત ચીનનો મોટું માર્કેટ,હવે આર્થિક વ્યવહારો ઓછા થશે એટલે આપોઆપ ચીન પડી ભાંગશે

ચીન પોતાની અવળચંડાઈ માટે જાણીતું છે.કોઈ એક બે નહિ પણ સેંકડો દેશ સાથે ચીનને સરહદ સાથે વાંધો છે. ભારતને ચીન સાથે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે ભારત ચીનને આર્થિક રીતે પાડી દેવાની તૈયારીઓ ચાલી રહી છે.

ચીન વર્ષોથી ભારતની સરહદે ઉંબાળીયા કરી રહ્યું છે.ત્યારે સરકાર હવે આર્થિક રીતે ચીનને પાડી દેવા કસરત કરી રહી કગે.  બજેટ આત્મનિર્ભર ભારત ની તેની વ્યૂહરચના “પ્રમાણબધ્ધ ” રીતને અનુસરીને વિવિધ ટેરિફ અને નોન-ટેરિફ પગલાં દ્વારા ચીનથી ભારતની આયાત નિર્ભરતા ઘટાડવાનાં પગલાંની જાહેરાત કરી શકે છે. તેથી જ સરકાર દ્વારા એફવાયર4 બજેટમાં ચીનની આયાત પર નિયંત્રણ લાદે તેવી શક્યતા છે. જો તેમ થશે તો આ પગલું આત્મનિર્ભરતાને આગળ વધારવાના ભારતના પ્રયાસોનો એક ભાગ બની રહેશે.

ચીન માટે આ કોઈ સર્જીકલ સ્ટ્રાઈકથી ઓછું નહીં હોય , કારણકે ભારત એ ચીનના સમાન માટે મોટું બજાર છે. જો કે , ભારત તેના પાડોશી દેશોમાંથી કાચો માલ આયાત કરવાનું ચાલુ રાખશે. ભારતીય કંપનીઓ અને સરકારી વિભાગોએ અત્યાર સુધીમાં 100 થી વધુ ચીની ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં પોલિએસ્ટર યાર્ન , ઓપ્ટિકલ ફાઈબર ,સોલાર સેલ ,વિનાઇલ ટાઇલ્સ ,સેકરિન ,આઈ લેન્સ ,વિવિધ સ્ટીલની વસ્તુઓ, રસાયણો, સિરામિક્સ, ટેબસ લવેર ,રસોડાના વાસણો ,કાચના વાસણો, એલ્યુમિનિયમ ફોઈલનો સમાવેશ થાય છે.

અત્યારે ભારતમાં સેંકડો વસ્તુઓ ચીનથી આયાત થાય છે. સોયથી લઈને મશીનરી સુધીની પ્રોડક્ટ ચીનથી મંગાવવામાં આવે છે. ચીનને આર્થિક રીતે મજબૂત કરવામાં ભારતનો જ મોટો હાથ છે. ત્યારે હવે ચીનના અર્થતંત્રને પોષવું આપણને જ મોંઘું પડી શકે છે આ વાત સરકાર બરાબર રીતે જાણી ગઈ હોય સરકાર હવે ચીન સાથે આર્થિક વ્યવહાર ધીમે ધીમે સાવ નહિવત સુધી લઈ જવા માંગે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.