આવનાર ૬ માસમાં ચેટીંગ એપના નિયંત્રણ માટેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે: ટ્રાઇના ચેરમેન
રાજયમાં મોટા ભાગના યુવાનો વધુ પડતો તેનો સમય વોટસએપ, ફેસબુક જેવી ચેટીંગ એપ ઉપર પસાર કરતા હોય છે. આપણે સોશિયલ મીડીયા પ્લેટફોર્મના માઘ્મોથી એકબીજાના સંપર્કમાં તો રહી શકીએ પણ તેના કેટલાક દુરપયોગ પણ છે જેને નિયંત્રણમાં લેવા ટ્રાઇ એકશનમાં આવ્યું છે. જો અને ટેલીફોન રેગ્યુલેટરી મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ કનેકશન માટે કાયદા ઘડી તેનું નિયંત્રણ કરે છે.
ત્યારે જો ચેટીંગ એપને ટાઇમ આવરી લેવાય તો નેટવર્ક અને માઘ્યમોની ગુણવતા અને સુરક્ષા વધારી શકાય છે. આજે લોકો વોટસએપ ઉપર ગમે તેવી સારી નરસી ચેટ કરતા હોય છે ત્યારે ટ્રાઇના ચેરમેન આર.એસ.શર્માએ કહ્યું હતું કે તેઓ આવનાર ૬ માસમાં આ અંગે મહત્વપૂર્ણ નિયમો બનાવવા માંગે છે. ગુગલ, વોટસએપ જેવી કેટલીક એપ્લીકેશનો વોઇસ કોલીંગ દરમ્યાન પણ ચેટીંગની મંજુરી આપે છે. જેને ઓટીટી કહેવામાં આવે છે. ત્યારે આ ઓટીટી પ્રોવાઇડરો પાસે લાઇસેન્સ હોતું નથી.
ટેલીકોમ કંપનીઓ ઇન્ટરનેટ સર્વિસની બેકબોન સમાન છે. ત્યારે બેફામ ચેટીંગ અને અન્ય એપ્લીકેશનોના ફિચરોને કારણ દેશનું રેવન્યુ મોડલ જોખમવાની સાથે સાયબર સુરક્ષાને પણ નુકશાન પહોંચે છે. જયારે ટાઇ સરકારને લાઇસન્સ ફી ચુકવતું હોવાથી સુરક્ષા અને ગુણવતા અંગે તેની જવાબદારી વધી જાય છે.