સો ચૂહે ખા કે બિલ્લી હજ કો ચલી જી હા, આ ઉર્દૂ કહેવત બોલીવુડના ‘ચૂંબન સમ્રાટ’ ઈમરાન હાશમીને બરાબર ફિટ બેસે છે. ઈમરાન હાશમીને સિરિયલ કિસર પણ કહેવામાં આવે છે. ‚પેરી પડદે અત્યાર સુધીની દરેક ફિલ્મોમાં હીરોઈનને ચૂંબન કરનારા ઈમરાન હાશમીને જાણે હવે આત્મજ્ઞાન લાધ્યું છે કે તેણે તાજેતરમાં એવી જાહેરાત કરી “મારે હવે મિનિંગ ફૂલ એટલે કે અર્થસભર ફિલ્મો જ કરવી છે.પરંતુ બિચારા ઈમરાન હાશમીને કોણ સમજાવે કે ભાઈ, તારી ફિલ્મો જોવાવાળો આગલી હરોળનો એક અલાયદો વર્ગ છે. શૃંગારિક દ્રશ્યો જોવામાં રસ ધરાવતા લોકો જ તારી ફિલ્મો જોવે છે. હવે તુ સીરિયસ અને મીનિંગફૂલ ફિલ્મો કરવા લાગશે તો શું થશે ?ઈમરાન હાશમીએ ફિલ્મ મર્ડરથી રાઝ રીબૂટ સુધી મન મૂકીને ચૂંબન દ્રશ્યો આપ્યા છે. તેથી તેને ચૂંબન સમ્રાટ, ચૂંબન દેવતા કે સિરિઅલ કિસર જેવા ‘ઉપનામ’ મળ્યા છે. બાકી અત્યાર સુધી એક્ટિંગના જોરે તેની એકેય ફિલ્મ ચાલી નથી. વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ અને અઝહર જેવી ફિલ્મો તેમાં અપવાદ છે.ઈમરાન હાશમીએ દિલ તો બચ્ચા હૈ જી, શાંધાઈ, ઉંગલી, કૂક, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ અને અઝહર જેવી ફિલ્મોમાં વખાણવા લાયક અભિનય કર્યો છે. આ સિવાય તેની આગામી ફિલ્મોમાં બાદશાહો અને કેપ્ટન નવાબ સામેલ છે.ઈમરાન હાશમીએ ફિલ્મ ‘બાદશાહ’માં સન્ની લીઓની સાથે એક ગીતમાં શૃંગારિક દ્રશ્યો આપ્યા છે. ઘણા ઓછાને ખબર હશે કે ઈમરાન હાશમી આલિઆ ભટ્ટનો પિતરાઈ ભાઈ છે તે મહેશ ભટ્ટનો ભાણેજ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા