સામગ્રી :

  • – ૧/૨ કપ દહીં
  • – ૧/૪ કપ ખાંડ
  • – ૧/૨ ટીપા વેનિલા એસેન્સ
  • – ૧૦ કાજુ
  • – ૪ બિસ્કિટ

સૌપ્રથમ દહીં અને ખાંડ મિક્સરમાં નાખો અને ખાંડ ઓગળે ત્યાં સુધી દહીં ફેંટતા રહો. તેમાં હવે ક્રીમ અને વેનિલા એસેન્સ નાખીને ફરી એકવાર બધી વસ્તુઓને મિક્સ ન થાય ત્યાં સુધી ફેટતા રહો. મિશ્રણમાં કાપેલા કાજુના ટુકડા નાખી મિક્સ કરો.

હવે કોઇ એર ટાઇટ ક્ંટેનરમાં બિસ્કિટના ટુકડા નાખી અને તેની ઉ૫ર તૈયાર કરેલુ મિશ્રણ નાખો અને બચેલા બિસ્કિટના ટુકડા નાખી આઇસક્રીમને ફીઝરમાં જામવા માટે મૂકી દો.

૫-૬ કલાકમાં તમારો આ આઇસક્રીમ જામીને તૈયાર થઇ જશે અને  ફીઝરમાંથી કાઢી આઇસ્ક્રીમને તમને ભાવતા શરબતથી ગાર્નિશ કરી પીરસો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.