ઈ-કોમર્સમાં “જાત-મહેનત જીંદાબાદ” દ્વારા અપની દુકાન ધમધમતી થશે
દેશના સ્થાનિક ઉત્પાદકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક પોતીકુ પ્લેટફોર્મ મળી રહે તે માટે પીએમ મોદીએ મહત્વની જાહેરાત કરી છે. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ સામે આપણી પોતાની દુકાન ખોલવામાં આવશે. ઈ-કોમર્સમાં “જાત મહેનત જિંદાબાદ” દ્વારા દેશમાં અપની દુકાન ધમધમતી થવાનો પીએમ મોદીએ કોલ આપ્યો છે. વડાપ્રધાને કહ્યું કે દેશ ’વોકલ ફોર લોકલ’ના નારા સાથે આગળ વધી રહ્યો છે. ત્યારે હવે સરકાર સ્વ-સહાય જૂથો (જઇંૠત) દ્વારા બનાવેલા ઉત્પાદનો માટે બજાર પૂરું પાડવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્થાપશે.
ગ્રામ્ય વિસ્તારોમાં 8 કરોડથી વધુ મહિલાઓ સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી છે, જે એકથી વધુ ઉત્પાદન કરે છે, તેમને ટેકો આપવામાં આવશે. આ માટે, હવે સરકાર એક ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવશે જેથી તેઓ તેમના ઉત્પાદનો માટે દેશ-વિદેશમાં મોટું બજાર મેળવી શકે.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે શહેરી સ્વ-સહાય જૂથો (જઇંૠત) ના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે એક જબ્રાન્ડ ’સોનચિરિયા’ શરૂ કરી છે. આ માહિતી એક સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી છે. નિવેદન અનુસાર, મહિલાઓને “આર્થિક રીતે સશક્ત બનાવી તેમને પ્રતિષ્ઠિત જીવન જીવવામાં મદદ કરવી છે.
હાલ ભારતીય અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ વધી વૈશ્વિક બજારમાં પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયત્નશીલ બન્યું છે. મોદી સરકાર અને રિઝર્વ બેંકના સમન્વયી નિર્ણયને કારણે કોરોનાકાળમાં પણ આપણું અર્થતંત્ર વેગવંતુ બન્યું છે. ત્યારે હજુ વધુ ગતિશીલ બનાવવા ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતેથી અતિ મહત્વની કહી શકાય તેવી “ગતિશક્તિ યોજના”ની જાહેરાત કરી છે. રૂપિયા 100 લાખ કરોડના આ પ્રોજેક્ટ હેઠળ આંતરમાળખું મજબૂત કરવા વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશને કોલ આપ્યો છે.
માત્ર ગઈકાલે જ નહીં પણ હાલ સમગ્ર વર્ષ દરમિયાન દેશ આખો આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં
મોદીએ રૂપિયા 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજનાની જાહેરાત કરી આંતરમાળખાકીય ગતિવિધિઓ વધુ મજબૂત બનાવી અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવા તરફ મોટુ આહવાન કર્યુ છે.