જો તમે ક્યારેય રેલ્વે દ્વારા મુસાફરી કરી છે તો, તમારે કન્ફર્મ ટિકિટ મેળવવા માટે 1 કે 2 મહિના અગાઉ ટિકિટ બુક કરાવી હશે. કારણ કે રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા વધુ અને સીટોની સંખ્યા ઓછી છે. તેમજ તહેવારો દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા ધણી વધી જાય છે.
આવા પ્રસંગોએ તમને મદદ કરવા માટે IRCTC ની તાત્કાલિક ટિકિટ બુકિંગ સુવિધા ખૂબ જ ઉપયોગી છે. તાત્કાલિક ટિકિટ બુકિંગ દ્વારા મુસાફરો 1 દિવસ અગાઉ ટિકિટ બુક કરીને પણ કન્ફર્મ સીટ મેળવી શકે છે.
આ ટિપ્સ તાત્કાલિક બુકિંગ કરવા માટે ઉપયોગી થશે
જો તમે વીકએન્ડની સરખામણીમાં અઠવાડિયાના દિવસોમાં ટિકિટ બુક કરો છો, તો કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી જાય છે. કારણ કે મોટાભાગના લોકો તેમની રજાઓનો ઉપયોગ કરવા માટે સપ્તાહના અંતે મુસાફરી કરવાનું પસંદ કરે છે.
બુકિંગ માટે બહુવિધ ઉપકરણોનો ઉપયોગ કરો
કન્ફર્મ તાત્કાલિક ટિકિટ બુક કરવા માટે ઘણી પદ્ધતિઓ અજમાવો, જેથી તમારી કન્ફર્મ ટિકિટ મેળવવાની શક્યતા વધી જાય છે. જેમ કે તમે વિવિધ લોગિન ઓળખપત્રો સાથે એક જ સમયે વિવિધ બ્રાઉઝર અથવા કમ્પ્યુટર્સ પર ટિકિટ બુક કરી શકો છો. આ રીતે કરવાથી ઓછામાં ઓછા એક ખાતામાંથી બુક થયેલી કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી જાય છે.
મુસાફરોની વિગતો તૈયાર રાખો
તમે તાત્કાલિક ટિકિટ બુક કરો છો, તો મુસાફરોની તમામ વિગતો જેમ કે નામ, ઉંમર વગેરે અગાઉથી લખી રાખો.
સમયસર લોગીન કરો
AC કોચ માટે તાત્કાલિક ટિકિટ બુકિંગ સવારે 10 વાગ્યાથી શરૂ થાય છે, તેથી તે પહેલા સવારે 9:58 વાગ્યા સુધીમાં લોગિન કરો. ત્યારબાદ સ્લીપર ક્લાસ માટે તાત્કાલિક ટિકિટ બુકિંગ સવારે 11 વાગ્યે શરૂ થાય છે. તેથી સવારે 10:58 વાગ્યા સુધીમાં લૉગિન કરો. તેમજ બુકિંગ શરૂ થવાના 2-3 મિનિટ પહેલા લોગિન કરવાનો પ્રયાસ કરવો પડશે.
ઇન્ટરનટ કનેક્શન તપાસ
તમે તાત્કાલિક ટિકિટ બુકિંગ કરવા માટે માત્ર થોડો સમય મળે છે. તેથી તમારું હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે તાત્કાલિક ટિકિટ બુક કરવા માટે એવી જગ્યાએથી લોગિન કરવાનો પ્રયાસ કરો જ્યાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સુવિધા હોય. તેથી તમે તાત્કાલિક ટિકિટ બુક કરી શકસો.
રોજ 9 લાખથી વધુ ઓનલાઇન ટિકિટ લેવાય છે
દેશભરમાં 3 કરોડ IRCTC યુઝર્સ છે. ત્યારે હાલમાં દરરોજ 9 લાખથી વધુ ટિકિટ ઓનલાઇન બુક થઈ રહી છે. જેમાં મુસાફરો દ્વારા ઓનલાઇન બુકિંગ તેમજ એજન્ટ બુકિંગનો સમાવેશ થાય છે. આ સાથે દરરોજ 2 કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે.