રાજ્યની ૧૦ લાખ ખાનગી સ્કૂલમાં શિક્ષકોની બાયોમેટ્રીક હાજરી દ્વારા ભૂતિયા સ્કૂલોના દુષણોને ડામવાનો રાજ્ય સરકારનો વ્યૂહ
સરકારી શાળાઓમાં બાયોમેટ્રીક હાજરી ફરજીયાત બનાવ્યા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા બાયોમેટ્રીક હાજરી તમામ આઈસીએસઈ, સીબીએસઈ અને અન્ય બોર્ડ સાથે જોડાયેલી શાળાઓ સહિત કુલ ૧૦ લાખ ખાનગી શાળાઓમાં બાયોમેટ્રીકની હાજરીની અમલવારી કરવાની યોજના બનાવી રહી છે. આ પગલાને લઈ ખાનગી શાળાઓ પણ તૈયાર છે. રાજ્ય સરકાર આરટીઈ અધિનિયમની જોગવાઈઓને ધીરાણ આપવાનો પ્રયાસ કરી રહી છે. જેથી ખાનગી શાળાઓની કામગીરી પર નજર રાખી શકાય અને આનો મુખ્ય ઉદ્દેશ છે. ડમી શાળાઓને બહાર કાઢવાનો અને તેમને બંધ કરવાનો છે.
સુત્રોના જણાવ્યા મુજબ ખાનગી શાળાઓની પ્રવૃતિ પર નજર રાખવી ખુબજ જરૂરી છે. કારણ કે મોટાભાગે સરકારની દેખરેખી ખાનગી શાળાઓ દૂર રહેતી હોય તેવું જાણવા મળતું હોય છે. રાજ્ય સરકાર વાર્ષિક આશરે ૩૦૦ કરોડ આરટીઈના વિર્દ્યાથીઓ માટે ચૂકવે છે. જો કે ત્યારબાદ શાળાઓમાં આપવામાં આવતી શિક્ષણની ગુણવત્તા અંગે એકપણ પ્રકારની દેખરેખ રાખવામાં આવતી નથી. ખાનગી શાળાઓ સરકારના પૈસા લેવા માટે તેમના દસ્તાવેજો ઉપયોગ કરે છે. જો કે હવે બાયોમેટ્રીક હાજરીની સીસ્ટમ લાગુ કરતા ખાનગી શાળાઓ, વિર્દ્યાથીઓ અને શિક્ષકોની બાયોમેટ્રીક હાજરીથી આપો આપ ગેરરીતિઓ ખુલી જશે.
ખાનગી શાળાઓમાં બાયોમેટ્રીક હાજરી વિર્દ્યાથીઓ અને શિક્ષકો બન્ને માટે જરૂરી બની છે. આરટીઈ એકટની કલમ હેઠળ રાજ્યની તમામ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણની સામગ્રી તપાસવા માટે રાજ્ય સરકાર ઓકટોમ્બર-૨૦૧૯થી નિયમીત ધોરણે ૧૫૦૦૦ શાળાઓની પ્રવૃતિઓ પર નજર રાખવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત રાજ્ય બોર્ડ જીસીઈઆરટી વિવિધ બોર્ડો, ખાનગી શિક્ષણ અને ખાનગી શાળાઓના પ્રતિનિધિઓ સો નવી શિક્ષણ પ્રણાલીને કાર્ય પધ્ધતિને આખરી ઓપ આપવામાં આવશે. રાજ્ય સરકાર ખાનગી શાળાઓની પ્રવૃતિઓ પર નજર રાખવા ઓકટોમ્બરી જ બાયોમેટ્રીક હાજરી અમલમાં મુકશે અને તેના માટે ૩૦૦ જેટલી ટીમો બનાવવામાં આવશે