ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નાથન લ્યોન જણાવ્યું હતું કે આગામી મહિને શરૂ થતી એક દિવસીય આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને બોલ ટેમ્પરિંગ આક્ષેપોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.
તેમણે કહ્યું કે પાંચ શ્રેણીની મેચ માટે કેપ્ટન ટીમ પેનની આગેવાનીમાં ટીમમાં કેટલાંક નવા ચહેરાઓ સામેલ કરવામાં આવશે. તેણે જણાવ્યું કે હું ઇંગ્લેન્ડમાં કદી પણ રમ્યો નથી. અમે ત્યાંની રમત માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે સારી તક આવી છે તથા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માટે દેશના લોકોનો વિશ્વાસ અને ભરોંસો જીતવાની સારી તક સાંપડી છે. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાની હતભાગી ટૂર બાદ ઓસ્ટ્રેલિયાની આ પહેલી શ્રેણી છે.
બોલ ટેમ્પરિંગ આક્ષેપોને કારણે સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તથા બેટ્સમેન કેમરન બેનફ્રોક્ટને નવ મહિના સુધી બરખાસ્ત કરી નાખવામાં આવ્યો હતો.
નિર્દોષ સાબિત થનાર કોચ ડેરેન લેહમને રાજીનામું આપી દીધું હતું અને ગત અઠવાડિયે તેમને સ્થાને જસ્ટિન લાંગરની નિયુક્તિ કરવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,