એઆઈ ટેક્નોલોજી પત્રકારત્વ ક્ષેત્રે ઉપયોગી, પણ તેમાં પત્રકારોની દરમિયાનગિરીની જરૂર તો પડે જ છે : નિષ્ણાંતોનો નિષ્કર્ષ
હાલ ટેક્નોલોજીએ આખા વિશ્વને બદલી નાખ્યું છે. તમામ ક્ષેત્રોમાં ટેક્નોલોજીને પરિણામે અનેકવિધ ફેરફારો આવ્યા છે. ત્યારે પત્રકારત્વ ક્ષેત્રે પણ આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ મોટા ફેરફારો લઈ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. પરંતુ હાલ એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે કે શું આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ પત્રકારોનું સ્થાન લેશે ?
પત્રકારોએ ગયા વર્ષે નવી આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ ચેટબોટ ચેટજીપીટી પાસે એક કોલમ લખાવી હતી. જે બાદ મોટાભાગના તે નિષ્કર્ષ પર આવ્યા કે બોટ પત્રકારોનું સ્થાન લેવા માટે હજુ સુધી યોગ્ય નથી. પરંતુ ઘણા ટીકાકારો માને છે કે પત્રકારત્વ એક ક્રાંતિની ટોચ પર છે જ્યાં એલ્ગોરિધમ્સ અને આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ ટૂલ્સની નિપુણતા જે સામગ્રી ઉત્પન્ન કરે છે તે મુખ્ય હશે.
ટેક્નોલોજી ન્યૂઝ સાઇટ સીએનઇટીએ ગયા વર્ષે તેની કેટલીક યાદીઓ લખવા માટે આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ પ્રોગ્રામનો ઉપયોગ કર્યો. બાદમાં જ્યારે અન્ય ન્યૂઝ સાઇટે જોયું કે બોટે ભૂલો કરી હતી, જેમાંથી કેટલીક ગંભીર હતી, ત્યારે તેને ઘણા સુધારા જારી કરવાની ફરજ પડી હતી.
પરંતુ સીએનઇટીની પેરેન્ટ કંપનીએ પાછળથી નોકરીમાં કાપની જાહેરાત કરી જેમાં એડિટોરિયલ સ્ટાફનો સમાવેશ થતો હતો – જોકે અધિકારીઓએ છટણી પાછળ આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સનઓ હાથ હોવાનો ઇનકાર કર્યો હતો.
આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ એ સીઈએસ પર મુખ્ય વલણોને ઓળખવા માટે સંઘર્ષ કર્યો અને રિપોર્ટર માટે યોગ્ય સારાંશ રજૂ કરી શક્યું નહીં. તેણે વિકિપીડિયામાંથી જથ્થાબંધ ક્ધટેન્ટની ચોરી પણ કરી હતી.
ટૂંકમાં લેખકોએ શોધી કાઢ્યું કે પ્રક્રિયાને ટ્રેક પર રાખવા માટે તેમને સતત દરમિયાનગીરી કરવાની જરૂર હતી, આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ વાસ્તવિક પત્રકારોનું સ્થાન લેવા માટે હજુ પણ યોગ્ય નથી. એકલા રોબોટ લેખો બનાવવામાં સક્ષમ નથી. હા, આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ ઉપયોગી જરૂર છે. પણ તેને સ્વતંત્ર કામ સોંપી શકાય નહીં તેવો નિષ્ણાતોએ નિષ્કર્ષ કાઢ્યો છે.