વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ આધારિત નવા ટૂલ્સ બનાવ્યા છે. જે સ્કિઝોફ્રેનિયાથી પીડિત વ્યક્તિઓના વક્તવ્યમાં નાના સંકેતોને ઓળખી શકે છે. પ્રોસિડીંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલો આ અભ્યાસ એ શોધવાનો પ્રયાસ કરે છે કે કેવી રીતે સ્વચાલિત ભાષા વિશ્લેષણ ચિકિત્સકો અને વૈજ્ઞાનિકોને માનસિક બિમારીઓના નિદાન અને મૂલ્યાંકનમાં મદદ કરી શકે છે.
દર્દીઓના જવાબ અને બોલવાની પદ્ધતિ પરથી એઆઈ લક્ષણોની ઓળખ કરી લેશે
હાલમાં માનસિક બીમારીઓનું નિદાન લગભગ ફક્ત દર્દીઓ અને તેમની નજીકના લોકો સાથે વાતચીત પર આધાર રાખે છે, જેમાં રક્ત પરીક્ષણો અને મગજ સ્કેન માત્ર એક નાની ભૂમિકા ભજવે છે. જો કે, આ સ્પષ્ટતાનો અભાવ માનસિક બીમારીના કારણોની વધુ વ્યાપક સમજણ અને સારવારની દેખરેખમાં અવરોધ ઊભો કરે છે.સંશોધકોએ સ્કિઝોફ્રેનિયા ધરાવતા 26 લોકોને અને 26 નિયંત્રણ સહભાગીઓને બે વર્બલ ઇન્ફલ્યુઅન્સી ટાસ્ક આપવામાં આવ્યો હતો.
જેમાં બંને જૂથોને પ્રાણીઓ અને ’પી’ પરથી આવતા વધુમાં વધુ નામો 5 મિનિટમાં બોલવાનું જણાવવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓએ બંને જૂથના સભ્યો દ્વારા આપવામાં આવેલા જવાબોનો તફાવતનું વિશ્લેષણ એઆઈ મારફત કર્યું હતું. જેમાં સામાન્ય નાગરિકો દ્વારા આપવામાં આવેલા જવાબો એઆઈ દ્વારા વધુ અનુમાનિત હતા જયારે દર્દીઓ દ્વારા આપવામાં આવેલા જવાબોમાં ખુબ મોટો તફાવત જોવા મળ્યો હતો.