જમ્મુ-કાશ્મીરમાં હવે દેશની કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં સ્થાયી થઈ શકે છે. મંગળવારે ગૃહ મંત્રાલય દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે, ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે.
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આ બાબતે કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં ઉદ્યોગો ઉભા કરવામાં આવે, તેથી ઔદ્યોગિક જમીનમાં રોકાણની જરૂર છે. પરંતુ ખેતીની જમીન રાજ્યના લોકો માટે જ રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદા હેઠળ લીધો છે, જે અંતર્ગત કોઈપણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ ફેક્ટરી, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે, સ્થાનિક રહેવાસી હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરને ગયા વર્ષે જ કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો હતો. હવે, કેન્દ્રશાસિત પ્રદેશ બન્યાના એક વર્ષ પૂરા થવા પર જમીનનો કાયદો બદલવામાં આવ્યો છે.