શહેરના રસ્તાઓ પર થતી ટ્રાફિક સમસ્યાઓને લઈ સુપ્રીમનો નિર્ણય
શહેરોનાં રસ્તા પર વાહનોના થપ્પા ન લાગે માટે દરેક કોમર્શિયલ બિલ્ડીંગોમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવામા આવ્યું હોય છે. ત્યારે નાના મોટા વેપારીઓને પાર્કિંગમાં પણ કોમર્શિયલ એકટીવીટી કરતા હોય છે. ત્યારે સેલરમાં વેપારને લગતી તમામ ગતિવિધિઓને રોકવા પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. પ્રતિબંધ છતા જો કોઈ સેલરમાં વેપલો કરતા જણાશે તો આઈપીસી સેકશન ૧૮૮ અને ગુજરાત પોલીસ એકટ અંતર્ગત તેને દંડીત કરવામાં આવશે.
નોટીસ મુજબ બેઝમેન્ટ સેલર અને પાર્કિંગના સ્થળે જૂની ગાડીયો લે વેચ નાની મોટી એસેસરીઝનું ફિટીંગ, ગેરેજ પાનનો ગલ્લો જેવા નાના વેપારો થતા હોય છે. કોમર્શિયલ હેતુની જમીનનો કોઈ ઉપયોગ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે રોડ પર પાર્કિંગ કરનારાઓની સંખ્યા વધી રહી છે. કારણ કે સેલરોમાં અન્ય વેપાર થતો હોવાથી પાર્કિંગ જગ્યાનો અભાવા રહેતો હોય છે. આ ઉપરાંત પાર્કિગમાં ખાન પાનની વસ્તુઓ પણ વહેચાતી હોય છે. ત્યારે ઘણા મોલમાં આ પ્રકારે વેપાર થતો હોય છે.તેથી પાર્કિંગની જગ્યા રહેતી નથી માટે એક સર્કયુલરમાં જાહેર કરી દેવામાં આવ્યું કે બેઝમેન્ટ સેલર તેમજ પાર્કિંગ સ્થળોનો હેતુ ફેરવવો નહી અને કોઈપણ પ્રકારની કોમર્શિયલ ગતિવિધી કરવી નહી.