Abtak Media Google News

દૂધ પીતા હૈ ઈન્ડિયા !!!

દૂધની પ્રોડકટમાં ડંકો વગાડનાર અમુલ હવે રૂ.૧૫૦૦ કરોડ રોકી અન્ય વસ્તુઓમાં પગદંડો જમાવશે

“અમુલ દૂધ પીતા હૈ ઈન્ડિયા ટેગ લાઈન દેશની દરેક વ્યક્તિએ સાંભળી છે. અમુલ અત્યારે દેશની સૌથી જાણીતી બ્રાન્ડ બની ચૂકી છે. અમુલ દ્વારા આગામી બે વર્ષમાં ૧૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ હવે ખાદ્ય તેલ, બેકરી અને બટેટાના પ્રોસેસીંગ પ્લાન્ટ સહિતના સેકટરમાં કરવામાં આવશે. હાલ અમુલ બ્રાન્ડ હેઠળ અનેક ડેરી પ્રોડકટ વેંચાઈ રહી છે. જો કે, હવે અમુલ પોતાનો વિસ્તાર વધારશે. દૂધની પ્રોડકટમાં ડંકો વગાડનાર અમુલ હવે રૂા.૧૫૦૦ કરોડ રોકીને અન્ય વસ્તુમાં પણ પગદંડો જમાવશે.

અમુલ અત્યાર સુધી ડેરી ઉદ્યોગમાં ખુબ ખ્યાતનામ હતું. ડેરી સેકટરમાં ઓર્ગનાઈઝડ ઉદ્યોગના કારણે અમુલે અનેક પશુ પાલકોની આવક વધારી છે. સમગ્ર વિશ્ર્વની ટોચની ૨૦ ડેરીમાં અમુલનું સ્થાન છે. હવે અમુલ માત્ર ડેરી ઉદ્યોગ પુરતી સીમીત નહીં રહે. ખાદ્ય તેલની સાથો સાથ બેકરીની આઈટમોમાં પણ અમુલ જંપ લાવશે. આ ઉપરાંત બટેટાના પ્રોસેસીંગ પ્લાન્ટમાં અમુલ મસમોટું રોકાણ કરશે. એકંદરે રૂા.૧૦૦૦ કરોડ આગામી બે વર્ષમાં મિલકત પ્રોસેસીંગ પ્લાન્ટ પાછળ જ્યારે રૂા.૫૦૦ કરોડ અન્ય ઉત્પાદનોના પ્લાન્ટ પાછળ ખર્ચવામાં આવશે તેવી જાણવા મળી રહ્યું છે.

અમૂલ બ્રાન્ડ હેઠળ તેના ઉત્પાદનોનું વેચાણ કરનારી ગુજરાતી કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) આગામી બે વર્ષમાં રૂ. ૧,૫૦૦ કરોડનું રોકાણ કરશે. આ રૂ. ૧,૫૦૦ કરોડમાંથી કંપની દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. ૧૦૦૦ કરોડ અને નવા ઉત્પાદનો માટે રૂ. ૫૦૦ કરોડ ખર્ચ કરશે. જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે કંપનીને ચાલુ નાણાકીય વર્ષમાં ૧૨ થી ૧૫ ટકાનો આવક વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

નાણાકીય વર્ષ ૨૦૧૯  ૨૦ માં જીસીએમએમએફની આવક ૩૮,૫૫૦ કરોડ રૂપિયા હતી. સોઢીએ જણાવ્યું હતું કે, બ્રાન્ડેડ ફૂડ પ્રોડક્ટ્સની માંગમાં વધારો થવાને કારણે, તે કોરોના વાયરસ રોગચાળો હોવા છતાં સારી આવકની અપેક્ષા રાખે છે. સોઢીએ કહ્યું કે, તેઓ અમૂલની પ્રોસેસિંગ ક્ષમતામાં પ્રતિદિન ૪૨૦ લાખ લિટર વધારો કરશે. હવે તે દિવસ દીઠ ૩૮૦ લાખ લિટર છે.

કંપનીએ સ્વીટ, ખાદ્યતેલ અને બટાકાની પ્રોસેસિંગ સેગમેન્ટમાં પણ સાહસ કર્યું છે. તેમણે કહ્યું કે કંપનીએ મીઠાઇ માટે બેકરી સંબંધિત ઉત્પાદનોનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે. કંપની નવી બ્રાન્ડ જન્મય હેઠળ ખાદ્યતેલનો વેપાર કરશે.

આ બ્રાન્ડ હેઠળ સરસવનું તેલ, સોયાબીન તેલ, મગફળીનું તેલ, કપાસિયા તેલ અને સૂર્યમુખી તેલનું ઉત્પાદન કરવામાં આવશે. કંપની પાસે બેકરી, બટાટા પ્રોસેસિંગ અને ખાદ્યતેલ માટે થોડા પ્લાન્ટ છે અને તે બે વર્ષમાં નવા પ્લાન્ટ લગાવવામાં રોકાણ કરશે.

‘જન્મય’ બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલનું વેંચાણ

ખાદ્ય તેલનું માર્કેટીંગ અમુલ હવે ‘જન્મય’ નામની નવી બ્રાન્ડ હેઠળ કરવા જઈ રહ્યું છે. જેમાં મગફળીનું તેલ, સુરજમુખીનું તેલ, સોયાબીન તેલ સહિતનું પ્રોડકશન કરવામાં આવશે. અમુલ પાસે વર્તમાન સમયે ખાદ્ય તેલ, બેકરી અને બટેટાના પ્રોસેસીંગ માટે કેટલાક પ્લાન્ટો હાજર છે. ઉપરાંત રૂા.૪૦૦ થી ૫૦૦ કરોડ વધુ પ્લાન્ટને ઉભા કરવામાં ખર્ચાશે.

ચાલુ વર્ષે અમુલની આવકમાં ૧૫% સુધીનો વધારો થવાની આશા

ગુજરાત કો-ઓપરેટીવ મિલક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ)-અમુલની ચાલુ નાણાકીય વર્ષની આવકમાં ૧૫% જેટલો વધારો થવાની આશા નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીની આવક ૩૮૫૫૦ કરોડ રૂપિયા હતી. કોવિડ મહામારી હોવા છતાં અમુલની આવકમાં કોઈ ફર્ક પડ્યો નથી. ઉલટાનું આવકમાં સારો એવો વધારો થાય તેવી આશા છે. અત્યારે બ્રાન્ડેડ ફૂડ પ્રોડકટની માંગ વધી હોવાથી અમુલની આવક પણ વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.