ભારતને સ્ટ્રેટેજીક ટ્રેક ઓથોરાઈઝેશનની મંજૂરી આપતુ અમેરિકા
ક્રુડ આયાત મામલે અમેરિકા અને ભારત વચ્ચે રાજનૈતિક ઘર્ષણ થયું હતુ ત્યારે હવે અમેરિકાએ ભારતની હાઈટેક પ્રોડકટ માટેના દરવાજા ખોલતા ભારતીય ટેકનોલોજીને બુસ્ટર ડોઝ મળશે.
સ્ટ્રેટેજીક ટ્રેડ ઓથોરાઈઝેશન ૧ ના નિર્માણ અંતર્ગત અમેરિકાએ ભારત માટે હાઈટેક પ્રોડકટના વેચાણ માટેના નિકાસ નિયમો હળવા કર્યા છે. એસટીએ ૧ થી ભારત અમેરિકાનું ડિફેન્સ પાર્ટનર બનશે. અને અમેરિકામાંથી એડવાન્સ ટેકનોલોજી ધરાવતા પેટન્ટ પણ ખરીદી શકશે. ભારતીય નિકાસ ક્ધટ્રોલ માટે આ ખૂબજ મહત્વનીબાબત છે. યુએસના કોમર્સ સેક્રેટરી વિલ્બુર રોસે જણાવ્યું હતુ કે અમે ભારતને સ્ટ્રેટેજીક ટ્રેડ ઓથોરાઈઝેશન માટે મંજૂરી આપી છે.
યુએસ ચેમ્બર ઓફ કામેર્સમાં યોજાયેલ પ્રથમ ઈન્ડો. પેસીફીક બિઝનસ ફોરમમાં રોસે જણાવ્યું કે આ સુધારાથી અમેરિકા અને ભારત વચ્ચેના અર્થતાંત્રીક સંબંધો સુધરશે યુએસે ટ્રાન્સફર અને રિ-એકસપોર્ટ માટેના નિયમો બનાવ્યા છે. હાલ એસટીએમાં ૩૬ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં ભારત એકમાત્ર સાઉથ એશિયન દેશ છે. જેના નિકાસ નિયમો હળવા છે. ભારત નિકાસ નિયંત્રણ માટે અમેરિકાનું ભાગીદાર બન્યું છે. કારણ કે ડિફેન્સ અને હાઈટેક પ્રોડકટ માટે ભારત પાસે વિશાળ માત્રામાં સપ્લાય ચેઈન છે. એસટીએ દ્વારા મંજૂરી અપાયેલી પ્રોડકટનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષાના હેતુસર કરવામાં આવશે.
જેમાં કેમિકલ અથયા બાયોલોજીકલ વેપન્સ, ન્યુકલીયર નોનપ્રોલીફરેશન, ક્રાઈમ કંટ્રોલ જેવા મહત્વના હાઈટેક આવશ્યકતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી બને દેશો વચ્ચે વેપારના સંબંધો ગાઢ થશે અને સંવેદનશીલ ટેકનોલોજી ભારત માટે ખૂબજ ઉપયોગી બનશે.
મેઈક ઈન ઈન્ડિયા હેઠળ શસ્ત્રોના ઉત્પાદન માટે તૈયારીને અંતીમ ઓપ
મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતીય ખાનગી સેકટરોને ઉત્પાદનની તક આપી વિદેશી કંપનીઓ સાથે મળી સેના માટેના હથીયારો બનાવવાની સ્ટ્રેટેજીક પાર્ટનરશીપને મંજૂરી મળતા તેની અમલવારી માટે ડિફેન્સ મિનિસ્ટ્રીએ ગાઈડલાઈન જાહેર કરી છે. નેવીમાં હાલ ૧૧૧ શસ્ત્રો અને રૂ.૨૧ કરોડના ટવીન એન્જીન યુટીલીટીની આવશ્યકતા છે. જેને યુધ્ધ માટે સિંગલ એન્જીન ધરાવતા ચેતક હેલીકોપ્ટર સાથે બદલવામાં આવશે. જે એસપી મોડલ અંતર્ગત પહેલુ પ્રોજેકટ રહેશે, ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સિથારામને પ્લેટ ફોર્મ સ્પેસિફીક ગાઈડલાઈન્સને પણ મંજૂરી આપી છે. મેરિટાઈમ સિકયોરીટીને મજબુત કરવા ૮૦૦ કરોડના ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ પણ માન્ય કરવામાં આવ્યા છે.