ખેડૂતોની સેવા માટે અને ખેડૂતોના મત લેવા માટે કેન્દ્ર સરકાર છેલ્લા ત્રણ વર્ષથી અનેકવિધ પ્રયાસો કરી રહી છે. ખેડૂતોના ખાતા ખોળ્યાં, તેમના ખાતામાં સીધા નાણા જમા કરાવ્યા, ખેડૂતોને પોતાનો માલ ગમે ત્યાં વેચવાની પરવાનગી આપી, આવક બમણી કરવાના વચન આપ્યા, ઇ-નામ જેવા ઇલેક્ટ્ર્રોનિક પ્લેટફોર્મ શરૂ કર્યા, બાકી હોય તો દેશભરમાં 10000 ફાર્મર પ્રોડ્યુસ કંપનીઓ શરૂ કરીને તેમને વિવિધ સુવિધાઓ આપવાનું અભિયાન પણ શરૂ કર્યુ. હવે સરકાર ખેડૂત માટે ઓનલાઇન તેમજ ઓફલાઇન સ્ટોરની સુવિધા શરૂ કરી રહી છે. જેના માટે સરકારે એમેઝોન સાથે હાથ મિલાવ્યા છે. પરિણામે હવે ખેડૂતોને ગામડે બેઠાં તેમના ઘરે તેમણે ઓર્ડર કરેલો ખેતી લક્ષી સામાન મળી રહેશે.
એમેઝોને માત્ર ખેડૂતો માટેના જ સ્ટોર કિસાનસ્ટોરના નામે ઓનલાઇન તથા ઓફલાઇન શરૂ કર્યા છે. આ સ્ટોર મારફતે ખેડૂતો બિયારણ, ખેતીનાં સાધનો, ખાતર તથા પ્લંબીગના સામાન સહિતની 8000 થી વધારે વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. એકવાર ખેડૂત ઓર્ડર આપે એટલે તેમના ગામડે બેઠાં ઘર સુધી આ માલ પહોંચાડવામાં આવશે. પાકની ગુણવત્તા સુધારવાની યોજના, તથા તે અંગેની વાચન સામગ્રી પણ સવામાં આવશે. ખેડૂતોની સમસ્યા સમજી શકાય તે માટે હિન્દી, તમિલ, મલયાલમ, તેલુગુ તથા કન્નડા એમ વિવિધ ભાષામાં ઓર્ડર આપવાની સુવિધા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને પેમેન્ટ માટેનાં પણ વિવિધ વિકલ્પ આપવામાં આવ્યા છે,
સામાન્ય રીતે એવું કહેવાય છે કે ભારત કૄષિ પ્રધાન દેશ છે અને આશરે 135 કરોડની આબાદી માંથી 65 ટકા જેટલો વર્ગ ખેતી ઉપર રોજગારનો મદાર રાખે છે. આ એવો વર્ગ છે જેને શિક્ષણ તથા વિસ્તારને અનુરૂપ સુવિધા આપી મદદની જરૂર છે. તેથી જ તેમની ખરીદીનાં પેમેન્ટ માટે કેશ ઓન ડિલીવરી થી માંડીને યુ.પી.આઇ. નેટ બેંકિંગ, અમેઝોન પે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ તથા પેટીએમ જેવી અનેક સુવિધાઓ ઓફર કરવામાં આવી છે.
સરકારે ઓનલાઇન શોપિંગ માટે ખેડૂતોને સુવધા તો આપી, પરંતુ આજે પણ દેશના ઘણા ગામડાં એવા છે જ્યાં ઇન્ટરનેટ તો શું દિવસમાં આઠ કલાક વિજળી પણ મળતી નથી. દેશના ઘણા ગામડાંમાં ખેડૂતો હજુ કોમ્પ્યુટરની સામે બેસીને તેને અડતા પણ ડરે છે. આવા ખેડૂતોને વિશેષ સુવિધા આપવા માટે એમેઝોનનાં ઓફલાઇન સ્ટોર પણ શરૂ કરવામાં આવશે. દેશભરનામ અંતરિયાળ વિસ્તારોમાં આવા 50000 જેટલા સ્ટોર ઉભા કરવાનું સરકારનું આયોજન છે.
આ સુવિધાઓ આપીને ખેડૂતોનો સમય તથા નાણા બચાવીને તેમની નિપજમાં વધારો કરવાનું સરકારનું લક્ષ્યાંક છે. કારણ કે જો કૄષિ પેદાશમાં વધારો થશે તો દેશની નિકાસમાં પણ વધારો થશૈ જે સરવાળે દેશની તિજોરીને વિદેશી હુંડિયામણ રળી આપશે. સરકાર ખેડૂતને ડિજીટલ ઇકોનોમીનો વિકલ્પ આપીને તેમના વ્યવહાર પારદશી અને સીધા, કમિશન વિનાનાં કરવા માગે છે.
યાદ રહે કે ઓનલાઇન કે ઇ-કોમર્સમાં કાઠું કાઢનાર એમેઝોનને હાજર બજારોમાં કારોબાર સેટ કરવામાં હજુ પણ હવાતિયાં મારવા પડે છે. હવે જો સરકાર જ એમેઝોન સાથે મળીને ખેડૂતોના લાભ માટે ફીજીકલ પ્લેટફોર્મ ઉભું કરવામાં મદદ કરે તો તેનો મોટો લાભ એમેઝોનને પણ થવાનોછે. કારણ કે એક વાર ખેડૂતોનો વિશ્વાસ જીત્યા પછી ખેડુતો હંમેશા એમેઝોનનાં ચાહક વિશ્વાસુ ગ્રાહક બની રહેશે. જેના કારણે એમેઝોનને તેના અન્ય ઉત્પાદનોનું વેચાણ વધારવાની પણ તક મળશે. વળી આ કેસમાં તો હવે સરકાર જ સાથે હોવાથી પ્રચાર પણ સરળ બની જશે. તે એમેઝોન ટે આમ એમેઝોન માટે તો પાંચેય આંગળા ઘી માં જ છે.
અત્રે એ પણ યાદ રાખજો કે જેનો રાજા વેપારી તેની પ્ર્રજા ભિખારી . અહીં પણ જ્યારે સરકાર જ વેપારીની ભૂમિકામાં આવશે તો દુકાનોવાળા વેપારીઓનાં શું હાલ થશૈ?