યાદશકિત નબળી પડવી, સ્વભાવમાં ફેરફારોથી રાહત અપાશે તેવુ પીણું
અલ્સાઈમર્સ મગજની બિમારી છે. જેમાં ધીરે-ધીરે માણસની યાદશકિત નબળી પડી જાય છે. તેમજ તેના સ્વભાવમાં પણ ચિડયાપણુ આવી જાય છે. માસાચ્યુસેટસ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ આ બિમારી માટે એક એવું પીણું તૈયાર કર્યું છે. જેનાથી શરૂઆતના સ્ટેજમાં જો દર્દી હોય તો તેને આ રોગથી અટકાવી શકાય છે. અલ્સાઈમર્સ થવાનું મુખ્ય કારણ છે મગજમાંથી ચેતોપાગમનું ગાયબ થવું.
વૈજ્ઞાનિકોની ટીમે આ ડ્રિન્કનું નામ ‘સોંવેનેઈડ’ રાખ્યું છે. જે ઓમેગ ૩ ફેટી એસિડ, વિટામીન બી ૧૩, બી, સી અને ઈ નું મિશ્રણ છે. નિષ્ણાંતોના મતે ન્યુટ્રીશનનું આ મિશ્રણ મગજમાં નવા ચેતોપાગમની ઉત્પતિનું કામ કરે છે. તેમજ દિમાગમાં રહેલા વિસ્તારોમાં લિંક બનાવવાનું કામ કરે છે. ૨૪ મહિનાના કિલનીકલ પરિક્ષણમાં ૩૦૦ એલ્સાઈમર્સના દર્દીઓ નોંધાયા છે જે ચિંતાનો વિષય છે. પરિક્ષણમાં સામે આવ્યું હતું કે અન્ય દવાઓ લેતા દર્દીઓ કરતા આ પીણું પીવા વાળા લોકોને ૪૭ ટકા વધુ ઝડપથી બિમારીથી છુટકારો મળ્યો છે. તેમજ તેમની યાદશકિતમાં પણ વધુ જલ્દી સુધારા આવ્યા છે. જોકે આ પીણું ફકત શરૂઆતના ધોરણે અસરકારક છે પરંતુ એલ્સાઈમર્સ ચોકકસ નાબુદ કરી શકાય છે. સોવેનેઈડથી એલ્સાઈમર્સમા ફેલાવો પણ થતો અટકે છે.