રેપો રેટમાં 0.40 ટકાનો વધારો: RBIનો ઝટકો
RBI ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આનાથી બેંકો માટે આરબીઆઈ પાસેથી લોન લેવી મોંઘી બનશે.
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે વૈશ્વિક આર્થિક ગતિવિધિ અને ગતિમાં મંદી આવી છે અને તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. દેશમાં મોંઘવારીનું દબાણ વધી રહ્યું છે. કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાકીય નીતિ અંગેની રૂલ બુક મુજબ કામ થતું નથી.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંસ દાસે બુધવારે અચાનક એક પ્રેસ કોન્ફરન્સ કરીને બેન્ચમાર્ક રેટને વધારવાની જાહેરાત કરી છે. RBI મોનિટરી પોલીસી કમિટીએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.4 ટકાનો વધારો કર્યો છે. એટલે કે હવે રેપો રેટ 0.4 ટકા થયો છે.
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધની અસર અનુભવાઈ રહી છે અને યુદ્ધનો પ્રભાવ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ સમજ્યો છે. વધતી માંગને જોતા RBI પોતાનું અકોમોડેટિવ સ્ટેન્સ એટલે કે ઉદાર વલણને છોડીને બેન્ચમાર્ક રેટ વધારી રહી છે.છેલ્લા બે વર્ષથી RBIએ તેની ઉદાર નીતિને યથાવત રાખી હતી. એપ્રિલ 2022 સુધી થયેલી મોનિટરી પોલિસીની અગાઉની 11 બેઠકોમાં પોલીસી રેટને યથાવત રાખવામાં આવ્યો હતો.
હાલ આ મહિનાની શરૂઆતમાં થયેલી બેઠકમાં પણ એમપીસીએ રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટના દરને 3.35 ટકા પર યથાવત રાખ્યો હતો.આ ફેક્ટર્સના કારણે મોંઘવારી નિયંત્રણની બહાર RBIએ એમપીસીની બેઠક પછી મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે માર્ચ 2022માં રિટેલ મોંઘવારી ઝડપથી વધી અને 7 ટકાએ પહોચી. ખાસ કરીને ખાવા-પીવાની ચીજોની મોંઘવારીના કારણે હેડલાઈન સીપીઆઈ ઈન્ફ્લેશન એટલે રિટેલ મોંઘવારી ઝડપથી વધી છે.
આ સિવાય જિઓપોલિટિકલ ટેન્શને પણ મોંઘવારીને વધારી છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધના કારણે ધઉં સહિત ઘણા અનાજોના ભાવ વધી ગયા છે. આ તણાવથી ગ્લોબલ સપ્લાઈ ચેન પર ખરાબ અસર પડી છે.
RBI ગવર્નરનું આ નિવેદન તેમના મોનેટરી પોલિસી એડ્રેસથી અલગ છે. અગાઉ એપ્રિલમાં આરબીઆઈએ નાણાકીય નીતિ સમીક્ષા બેઠકની જાહેરાત કરી હતી અને આગામી નીતિ જૂનમાં આવશે. આવી સ્થિતિમાં પરંપરાગત જાહેરાતો સિવાય આરબીઆઈ ગવર્નરના આ નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે બપોરે 2 વાગ્યે નિવેદન જાહેર કર્યાના સમાચાર મળતાની સાથે જ શેરબજારમાં ઘટાડો થયો હતો. બોન્ડ માર્કેટ સહિત ઈક્વિટી માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આરબીઆઈ ગવર્નરનું નિવેદન જાહેર થતાં જ આજે નાણાકીય જગત માં ખળભળાટ મચી ગયો હતો.