પપ ટકા સુધીના પેસેન્જર કોચમાં બાયો ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરાશે
સ્વચ્છતા એજ પ્રભુતાના સુત્રને સાકાર કરવા સરકારે ૨૦૧૯ સુધીમાં ટ્રેનોમાં મુસાફરો માટે બાયો ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.
રાજય રેલ મંત્રી રાજેન ગોહેઇલે લોકસભામાં જણાવ્યું હતું કે દરેક રેલ્વે વર્કશોપને ટ્રેનોમાં બાયો ટોયલેટ નખાવવાની સુચીના આપી દેવામાં આવશે.
નવી ટ્રેનો સહીત જુની ટ્રેનોના યોગ્ય કોચને પણ બાયો ટોયલેટથી સજજ કરાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાયો ટોયલેટની સર્વિસ લિમીટેડ માત્રાના કોચ ડીપોર્ટમેન્ટ માંજ લગાડવામાં આવશે.
રેલવે મુસાફરી કરતા કુલ પેસેન્જરોમાંથી પપ ટકાના પેસેન્જરોના કોચમાં બાયો ટોયલેટની સુવિધા અપાશે. મંત્રીએ જણાવ્યું હતું કે બાયો ટોયલેટ સ્વચ્છ ભારત તરફથું મહત્વપૂર્ણ પગલુ છે જે લોકોને સ્વચ્છતાના માર્ગે દોરશે કારણ કે ભારતમાં રેલવે પરિવહનનું સૌથી મોટું નેટવર્ક છે.
જેમાં સ્વચ્છતાની સૌથી વધુ જરુરત છે. જો કે અમદાવાદ જેવા શહેરોમાં મેટ્રો ટ્રેનની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. અને રેલવે તંત્ર પણ જાગૃત બન્યું છે.