૧૭મીએ જસ્ટિસ એન.વી. રમન્ના કરશે ઉદ્ઘાટન:
આગામી સપ્તાહથી શરૂ થશે લાઈવ પ્રસારણ
ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક નિર્ણય લેતા સુનાવણીના જીવંત પ્રસારણને મંજૂરી આપી દીધી છે. આ સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે, હવેથી જો કોઈ કોર્ટ ઈચ્છે તેઓ તેમની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરી શકશે.
અગાઉ કોરોના સંક્રમણને કારણે ન્યાયપાલિકાના કપાટ બંધ થયા હતા ત્યારે કોર્ટોમાં કેસોનું ભારણ ન થાય તે હેતુ સાથે વર્ચ્યુલ હિયરિંગ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ગત માર્ચ માસમાં હાઇકોર્ટની ચીફ જસ્ટિસની ખંડપીઠની સુનાવણી યુ ટ્યુબ મારફત લાઈવ પ્રસારણ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામા આવ્યો હતો. હાઇકોર્ટના આ નિર્ણયને બહોળો પ્રતિસાદ મળ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે શરૂ કરેલા પાઇલોટ પ્રોજેકટને ભવ્ય સફળતા મળતા ટૂંક સમયમાં જ યુ ટ્યુબમાં હાઇકોર્ટના ઓફિશિયલ પેજને ૬૫ હજાર સબ્સ્ક્રાઇબર અને ૪૧ લાખ વ્યુ મળ્યા હતા. જે બાદ હવે તમામ ખંડપીઠોને તેમની સુનાવણી લાઈવ પ્રસારણ કરવાની છૂટ આપી દેવામાં આવી છે. જેના કારણે ઓપન કોર્ટની દિશામાં વધુ એક પગલું ભરાશે.
ગુજરાત હાઇકોર્ટે સૌ પ્રથમવાર કોર્ટ કાર્યવાહી યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવા લીધો નિર્ણય લીધો છે. સાથે જ હાઇકોર્ટે જીવંત પ્રસારણ માટેના નિયમો પણ તૈયાર કર્યા છે. હાઇકોર્ટ ટૂંક સમયમાં સત્તાવાર રીતે લાઈવ સ્ટ્રીમિંગનું ઉદ્ઘાટન કરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન.વી.રમન્ના દ્વારા ૧૭મી જુલાઈએ ઉદ્ઘાટન કરવામાં આવશે
૧૭મી જુલાઈએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન.વી. રમન્ના દ્વારા સતાવાર ઉદ્ઘાટન કર્યા બાદ આગામી સપ્તાહથી લાઈવ પ્રસારણ શરૂ કરી દેવામાં આવશે.