- વર્ષ 2026થી એરટેકસી સર્વપ્રથમ દિલ્હી બાદ મુંબઇ અને બેંગ્લોરમાં થશે શરૂ
ભારતમાં 2026 સુધીમાં ઍર-ટેક્સીનું સપનું હકીકત બનવા જઈ રહ્યું છે. સૌથી પહેલી ઍર-ટેક્સી દિલ્હીના બિઝનેસ-હબ કનોટ પ્લેસથી દિલ્હીની ભાગોળે આવેલા ગુરુગ્રામ વચ્ચે ઊડશે. હાલમાં આ બે સ્થળ વચ્ચે કારથી પ્રવાસ કરવામાં એકાદ કલાકનો સમય લાગે છે, પણ ઍર-ટેક્સીમાં એ ઘટીને માત્ર 7 મિનિટનો થઈ જશે. આ માટે કેલિફોર્નિયાની ઇવોટેલ કંપની આર્ચર એવિયેશને ભારતમાં ઇન્ડિગો ઍરલાઇન્સની માલિક કંપની ઇન્ટરગ્લોબ એવિયેશન સાથે જોઇન્ટ વેન્ચર શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કંપની રોજ કેટલી ટ્રિપ ઉડાવવી અને એનો ખર્ચ કેવી રીતે ઓછો કરવો એના પર કામગીરી કરી રહી છે. ઇવોટેલ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઑફ ઍન્ડ લેન્ડિંગનું શોર્ટ ફોર્મ છે. ઍર-ટેક્સીની આ સફર સસ્તી નહીં હોય, કારણ કે આ કંપની 7 મિનિટની રાઇડનો ચાર્જ આશરે 3000 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખશે, જે હાલના ઉબરના એક તરફના ભાડાની સરખામણીમાં પાંચ ગણી રકમ છે. આ ઍર-ટેક્સી હેલિકોપ્ટરની જેમ ઊડશે અને એમ જ ઊતરશે, પણ એ ઇલેક્ટ્રિક હોવાથી પ્રદૂષણ નહીં કરે.
કાર દ્વારા કનોટ પ્લેસ અને ગુરુગ્રામ વચ્ચે 27 કિમીની મુસાફરીનો ખર્ચ અંદાજે 1500 રૂપિયા છે. તેને પૂર્ણ કરવામાં લગભગ 1.30 કલાક લાગે છે. ટ્રાફિકની સ્થિતિને કારણે આ સમય વધુ વધી શકે છે. એર ટેક્સી સેવાનો ઉદ્દેશ્ય મુસાફરોને માત્ર 7 મિનિટમાં કનોટ પ્લેસ ગુરુગ્રામ પહોંચવાનો છે. તેનું ભાડું 2 હજારથી 3 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ઈન્ડિગો અને આર્ચર મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, એરક્રાફ્ટ ઓપરેટ કરવા અને ફંડિંગ માટે સાથે મળીને કામ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ, બંને કંપનીઓ સારી કામગીરી માટે પાઇલોટ્સ અને અન્ય કર્મચારીઓને તાલીમ આપવા માટે સાથે મળીને કામ કરશે. ઇન્ટરગ્લોબ ગ્રુપના એમડી રાહુલ ભાટિયા અને આર્ચર સીસીઓ નિખિલ ગોયલે ગુરુવારે પ્રસ્તાવિત ભાગીદારી રચવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.
ભારતમાં 2026 સુધીમાં પ્રથમ એર-ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. જો કે, હવે માત્ર બંને કંપનીઓ વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને તેને ઘણા જુદા જુદા તબક્કામાંથી પસાર થવું પડશે. શહેરી હવાઈ ટેક્સીઓ ઉપરાંત, બંને કંપનીઓ કાર્ગો, લોજિસ્ટિક્સ, મેડિકલ અને ઈમરજન્સી સેવાઓ તેમજ ખાનગી કંપની અને ભારતમાં ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ માટે ચાર્ટર સેવાઓ સહિત અન્ય ઘણા પ્રોજેક્ટ્સ પર એકસાથે આગળ વધવાની યોજના ધરાવે છે. ત્યારે વર્ષ 2026 થી એસ ટેકસી ઉપલબ્ધ થશે જે દિલ્હી બાદ મુંબઈ અને બેંગ્લોરમાં લોન્ચ કરાશે.