- અમદાવાદમાં ચાર રસ્તા પરના સિગ્નલને AI થી સજ્જ કરાશે
- વાહન ચાલકોને થશે મોટો ફાયદો
- 400 ટ્રાફિક જંક્શનો ACTS સિસ્ટમથી સજ્જ કરાશે
જોકે ક્યારેક તમામ વાહન પસાર થઇ જાય પછી કોઇ વાહન ન પસાર થાય તો પણ અન્ય લાઇનના વાહનચાલકોએ પોતાનો વારો આવે તેની રાહ જોવી પડે છે. આ સ્થિતિ નિવારવા માટે મ્યુનિસિપલ તમામ સિગ્નલને AI થી સજ્જ બનાવશે. જેથી વાહન પસાર થતા અટકશે તો તુરંત ગ્રીન લાઈટ રેડ થઇ જશે અને અન્ય લાઇનમાં ઝડપથી ગ્રીન લાઈટ ચાલું થઇ જશે. આ દરમિયાન શહેરમાં 400 જંકશન પર આ પ્રકારના AI થી સજ્જ લાઇટ સિસ્ટમ લગાવાશે. તે પાછળ રૂપિયા 400 કરોડનો ખર્ચ થશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે, મ્યુનિસિપલ દ્વારા હવે નવી અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાશે. તે ટ્રાફિકની જરૂરિયાતોને અનુરૂપ તેનું સંચાલન કરશે. આ નવી સિસ્ટમમાં વાહન ડિટેક્શન સેન્સર લાગ્યા હશે, ઇન્ટેલિજન્સ અને કનેક્ટેડ સિસ્ટમ, કોમ્યુનિકેશન નેટવર્ક, જંકશન પર ટ્રાફિકની પરિસ્થિતિનું અપડેટ સેન્ટ્રલ સર્વર પર, કોરિડોર કે વિસ્તારની પરિસ્થિતિનું વિશેષ અવલોકન, આ સોફ્ટવેરમાં ઉપલબ્ધ હશે. આ કામગીરી માટે મ્યુનિસિપલ દ્વારા કન્સલટન્ટ એજન્સીની નિમણૂક કરી છે. બેંગ્લુરુ, સુરત, વડોદરામાં કેટલાક સિગ્નલ અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે.
સિગ્નલ પર ઊભા રહેવાનો સમય ઓછો થશે
- સિંક્રોનાઇઝ સિગ્નલ હોવાથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ તમામ જંકશન પર ગ્રીન સિગ્નલ મળશે.
- ટ્રાફિકનાં નિયમો તોડનારને દંડ કરવામાં પણ સરળતા રહેશે
- એમ્બ્યુલન્સ કે ઇમરજન્સી વાહનોને ગ્રીન કોરિડોર આપી શકાશે
- માત્ર લાઈટ નહીં આખો પોલ ગ્રીન કે રેડ દેખાશે
દૂરથી જ કોઈ પણ વ્યક્તિને ખબર પડે કે અત્યારે લાઇટ ગ્રીન છે કે રેડ તે માટે માત્ર ચોક્કસ લાઇટ જ નહીં પણ આખો થાંભલો ગ્રીન કે રેડ દેખાશે. જેથી વાહનચાલકને દૂરથી જ ખબર પડી જાય કે, ટ્રાફિકની સ્થિતિ શું છે. આ ઉપરાંત ટ્રાફિકનો જથ્થો અહીંથી ગ્રીન સિગ્નલ લઈને નીકળે તે જથ્થો આગળના ટ્રાફિક સિગ્નલ પર પહોંચે ત્યારે તેને ત્યાં પણ ગ્રીન સિગ્નલ જ મળે તેવી સુવિધા હશે.
ટ્રાફિક લાઈટની સંખ્યામાં વધારો
જોકે ક્યારેક તમામ વાહન પસાર થઇ જાય પછી કોઇ વાહન ન પસાર થાય તો પણ અન્ય લાઇનના વાહનચાલકોએ પોતાનો વારો આવે તેની રાહ જોવી પડે છે. આ સ્થિતિ નિવારવા માટે મ્યુનિસિપલ તમામ સિગ્નલને AI થી સજ્જ બનાવશે. જેથી વાહન પસાર થતા અટકશે તો તુરંત ગ્રીન લાઈટ રેડ થઇ જશે અને અન્ય લાઇનમાં ઝડપથી ગ્રીન લાઈટ ચાલું થઇ જશે. આ ઉપરાંત શહેરમાં 400 જંકશન પર આ પ્રકારના AI થી સજ્જ લાઇટ સિસ્ટમ લગાવાશે. તે પાછળ રૂપિયા 400 કરોડનો ખર્ચ થશે.
આ ટેકનોલોજીથી ક્યા લાભ થશે?
- ટ્રાફિક સિગ્નલોની કાર્યક્ષમતા વધશે, સિગ્નલો ઉપર ઉભા રહેવાનો સમય ઘટશે.
- સિગ્નલો સિન્ક્રોનાઇઝ હોવાથી ઝડપી પરિવહન શક્ય બનશે.
- ઇંધણ, બળતણનો વપરાશ ઘટશે, અકસ્માત ઘટશે.
- ટ્રાફિક નિયમનો ભંગ કરનારને દંડ કરવામાં સરળતા રહેશે.
- એમ્બ્યુલન્સ કે ઇમરજન્સી વાહનોને ગ્રીન કોરિડોર મળી રહેશે.
- વી.આઇ.પી.મુવમેન્ટમાં સરળતા રહેશે, એર તથા નોઇસ પોલ્યુશન ઘટશે.