ડેડીયાપાડાી ભાડભૂત સુધીના ૨૦૦ કિમીના કિનારા વિસ્તારોમાં મુખ્યપ્રધાન ફરશે

ગાંધીનગર

પર્યાવરણની જાળવણી અને ગંગા શુદ્ધિકરણની જેમ નર્મદા નદીની સ્વચ્છતા તા તેના કિનારા વિસ્તારમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવા હેતુથી  મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે યોજેલી ૩૫૦૦ કિ.મી. લાંબી નર્મદા યાત્રાની જેમ ગુજરાતમાં યાત્રા યોજવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને અનુલક્ષીને આદિવાસીઓને જમીન, જંગલ પર વિશેષ અધિકારો આપતા પેસા એક્ટના અમલને લાગુ કરાયો તેના અંગે જાગૃતિ લાવવા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આદિવાસી યાત્રા યોજી હતી. હવે મુખ્યપ્રધાન પણ મધ્યપ્રદેશની સરહદી ગુજરાતમાં નર્મદા નદી પ્રવેશે છે ત્યાંથી  ભાડભૂત સુધીની નર્મદા તથા ભરૂચ જિલ્લાને આવરી લેતી યાત્રા યોજવા વિચારી રહ્યા છે.

મુખ્યપ્રધાન કાર્યાલય(સીએમઓ)ના સૂત્રોના કહેવા પ્રમાણે, ગત ડિસેમ્બર મહિનામાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના આમંત્રણને સ્વીકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમરકંટક ગયા હતા. જ્યાંથી  ચૌહાણે ૩૫૦૦ કિમીની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. એ પ્રસંગે જ રૂપાણીએ સંકેત આપ્યો હતો કે, ગુજરાતમાં આવી યાત્રા યોજવામાં આવશે. મધ્યપ્રદેશમાં જ્યારે યાત્રાનું સમાપન થશે એ પછી ગુજરાતમાં યાત્રા યોજાશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસસ્થી  માં નર્મદા યાત્રાનું સમાપન થયું એ પછી મુખ્યપ્રધાન રૂપાણીએ સીએમઓને ડેડિયાપાડાી યાત્રા યોજવાની તૈયારી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યપ્રધાનની સૂચના પછી વહીવટી તંત્રએ ૨૦૦ કિ.મી.ના નર્મદા નદીના ગુજરાતના હિસ્સામાં કેવી રીતે યાત્રા યોજી શકાય તેની વિગતો એકત્રિત કરવાની શરૂઆત કરી છે. સંભવત: પર્યાવરણ અને વન મહોત્સવના ભાગરૂપે આ યાત્રા યોજવામાં આવે તેવી શક્યતા છે. અહીં નોંધવું જરૂરી છે કે, મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહે યોજેલી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ૧૯૦૦ કિ.મી. પદયાત્રામાં ખુદ ચૌહાણ સપ્તાહમાં એક દિવસ જોડાતા હતા. વડાપ્રધાને ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના પ્રવાસમાં ચૌહાણના યાત્રા કી પર્યાવરણની જાળવણી અંગે જનજાગૃતિના આ અભિયાનની પ્રશંસા કરી હતી.

નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી છે. એનાી અત્યારે લગભગ દસ હજારી વધારે ગામો, બસ્સોી વધારે શહેરોને પીવાના પાણી મળી રહ્યા છે. આ ઉપરાંત તેના થકી સૌરાષ્ટ્ર અને કચ્છના નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તાર સિવાયના ભાગોમાં સૌની યોજના થકી પાણી પહોંચી રહ્યું છે ત્યારે તેના પ્રત્યે લોકોની જાગૃતિ વધે, નદીની સ્વચ્છતા ઉપરાંત કિનારાના અંતરિયાળ વિસ્તારોમાં સરકારી યોજનાઓનો લોકોને લાભ મળતો થાય, સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષોના વાવેતર જેવા મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ વધે એવો હેતુ છે, તેવા મુદ્દાઓ સમાવી લેવાશે. નર્મદા અને ભરૂચ જિલ્લાના બસ્સો કિમીનો નર્મદાનો પટ્ટો છે. આ પટ્ટામાં શક્ય હોય ત્યાં કિનારા સુધી મુખ્યપ્રધાન પ્રવાસ કરી શકે એવું આયોજન છે. બસ્સો કિલોમીટર માટે પંદરેક દિવસની તબક્કાવાર યાત્રા યોજવામાં આવે તેવી શક્યતા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.