અદાણી અને ઇઝરાયલની કંપનીની ભાગીદારીથી શસ્ત્રોનું ઉત્પાદન શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેકિંગ ઇન્ડીયાના અભિગમને તમામ ધરેલું ઉત્પાદનની સાથે સાથે સરક્ષણ ક્ષેત્રે પણ સાર્થક બનાવવા રિલાયન્સ પછી અદાણી ગ્રુપ પણ તૈયારી કરી રહ્યું હોય તેને ગ્વાલિયરની ફેકટરીમાં અદાણી મશીનગન, કારબાઇન અને અન્ય નાના હથિયારો સ્થાનીક અને નિકાસની બજાર સર કરવા માટે બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
ગ્વાલિયરમાં શરુ થનારું આ શસ્ત્રોનું કારખાનું ઇઝરાયેલના સશસ્ત્ર ઉત્પાદનનું આઇડબલ્યુડી સાથે અદાણી ૪૯.૫૧ ની ભાગીદારીમાં શરુ કરવા જઇ રહ્યું છે. આ સંયુકત સાહસમાં હળવા હથિયારોથી હેલીકોપ્ટર સુધીની સરઅંજામ સામગ્રી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓઘોગિક સુત્રોમાંથી મળતી માહીતી મુજબ પી.એલ.આર. માં પુંજલોઇંડના વેચાણ પછી અદાણીએ આ જુથ હસ્તગત કરીને સશસ્ત્ર ઉત્પાદન ક્ષેત્રે પગપેસારો કરવાનું પગલું ભરી લીધું હતું. ચેકીંગ ઇન્ડિયાના સ્થાનિક અને વૈશ્ર્વિક માંગ મુજબના હળવા શસ્ત્રોનું ઉત્પાદન કરાશે તેમ અદાણી ડિફેન્શન અને એરોસ્પેસના હેડ આશિષ રાજેવંશીએ જણાવ્યું હતું અદાણીના સાહસને પ્રોત્સાહન આપવા સરક્ષણ મંત્રાલયે કંપની ૧૬૪૦૦ હળવી મશીનગન બનાવવાના ઓર્ડરની પ્રક્રિયા હાથ ધરી છે. ૪૧૦૦૦ બંદુકોનો પેરામીલીટી ફોર્સ અને રાજય પોલીસ માટે આપવાનું આયોજન થયું છે. દેશમાં ૧ર લાખ સૈનિકો આટલી જ સંખ્યામાં પેરામીલીટ્રી અને રાજયની પોલીસોની હથિયારોની જરુર હોવાનું જણાવ્યું હતું.
ગ્વાલિયરમાં માર્ચ-૨૦૧૭ માં ભારતની પ્રથમ ખાનગી ધોરણે નાના હળવા શસ્ત્રો અને હથિયારે બનાવતી કંપનીનું નિર્માણ થયું હતું. ગ્વાલિયરની આ કંપનીમાં એરસાર્ટ રાયફલ એકસ-૯૫ સ્નીયર રાયફલ,, એલએમજી., યુઝેડઆઇ મશીનનગન, એકસ-૯૫ રાયફલનું ઉત્પાદન ઓકટો ૨૦૧૮ થી શરુ થઇ ચુકયું છે.
અદાણી જુથી જણાવ્યું હતું કે દેશમાં ઘર આંગણે આધુનિક ટેકનોલોજીના હથિયારો બનાવવાનું અમારું સપનું છે. અમે બંદુકોના જટિલ અને આધુનીક પુરજા પણ બનાવશું.
અદાણી જુથ સરક્ષણ વ્યવસાયને મજબુતીથી સર કરવા માટે બેંગ્લોર સ્થિત આલ્ફા ડીઝાઇન ટેકનોલોજી અને હૈદરાબાદમાં હરમશ ૯૦૦ ડ્રોનનું ઇઝરાઇલની એલબેર્ટ સિસ્ટમ ની ભાગીદારી ઉત્પાદન કરવા જઇ રહી છે.
અદાણી જુથે શસ્ત્રો ઉત્પાદન માટે ભાગીદારી સાથે નેવલ યુટીલીટી હેલિકોપ્ટરના ઉત્પાદન અને નેક્ષટ જનરેશન સબમરીનનું ભારતમાં જ પી-૭૫, પરિયોજના અંતર્ગત હેલિકોપ્ટર અને સબમશિન બનાવવાનું પણ આયોજન કરી લીધું છે. આવનાર દિવસોમાં અદાણીના બનાવેલા હથિયારોથી સરક્ષણ ક્ષેત્રો તો ભારત સ્વાવલંબી બનશે. સાથે સાથે ભારત પોલીસની મશીનગનથી લઇ આકાશમાં હેલીકોપ્ટર અને સબમશીન સહીતના તમામ હથિયારો બનાવનાર દેશ બની જશે.