એશિયાટીક સિંહોના નિવાસસ્થાન તરીકે વિશ્વ આખામાં પ્રસિદ્ધ જૂનાગઢમાં ભારતભરની સૌથી મોટી અને એઇમ્સ જેવી અધ્યતન સાવજોની હોસ્પિટલ તૈયાર થશે. જૂનાગઢ શહેરથી તદ્દન નજીક નવા પીપળીયા ગામ ખાતે આ હોસ્પિટલનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવશે અને સંભવત: વડાપ્રધાન મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થઇ શકે છે.
નવા પીપળીયા ગામ ખાતે 21 હેકટરની વિશાળ જગ્યામાં ભારતની સૌથી મોટી હોસ્પિટલ તૈયાર કરાશે
સાવજોનો વિસ્તાર વધારવા માટે સૌરાષ્ટ્રનો ત્રણ ચતુર્થાંશ વિસ્તાર એટલે કે 75 ટકા વિસ્તાર હવે સત્તાવાર રીતે એશિયાટીક સિંહોનું ઘર બનવા જઈ રહ્યો છે.છેલ્લી ગણતરી મુજબ નોંધાયેલ 674 ડાલામથ્થાઓ ટૂંક સમયમાં જ પોતાને માટે એક મોટો સંરક્ષિત વિસ્તાર ધરાવશે, જેમાં વન વિભાગે બૃહદ ગીર અભયારણ્યને અડીને આવેલા વિસ્તારોનો સમાવેશ કરીને, તેનું કદ હાલના 10,000 ચોરસ કિલોમીટરથી ત્રણ ગણો વધીને 30,000 ચોરસ કિમીના વિશાળ વિસ્તરણની દરખાસ્ત કરી છે. આનો અર્થ એ થશે કે સિંહો માટે સલામત ઝોન હવે અમરેલી, મહુવા અને પાલિતાણાથી આગળ વધારવામાં આવશે અને નવા સ્થળોએ ફોરેસ્ટ પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારને મંજૂરી માટે મોકલવામાં આવેલી દરખાસ્તમાં રાજકોટ શહેર, જસદણ, જેતપુર, બોટાદ અને ભાવનગરની આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે.
ત્યારે હવે પ્રાણીઓની સારવાર માટેની ભારતની સૌથી મોટી સુવિધાઓ જૂનાગઢમાં હશે. જેને વન્યજીવન માટે એઈમ્સ તરીકે ઓળખવામાં આવે છે.નેશનલ વાઇલ્ડલાઇફ ડિસીઝ ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા એક રેફરલ હોસ્પિટલ જૂનાગઢ શહેરથી લગભગ 20 કિમી દૂર નવા પીપળીયા ગામમાં 21 હેક્ટર જમીનમાં બાંધવામાં આવશે.
વન વિભાગને જમીનનો કબજો સોંપી દેવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ સુવિધા માટે ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવા માટે યોગ્ય તારીખ શોધી રહી છે.
પ્રાણીઓ માટે આ તબીબી સુવિધા મનુષ્યો માટે એઇમ્સ સમાન હશે. એક વરિષ્ઠ વન અધિકારીએ જણાવ્યું હતું કે, વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટની તૈયારી ચાલી રહી છે.
પ્રાણીઓમાં વધી રહેલા ઝૂનોટિક રોગોના પગલે આ આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી સુવિધા જરૂરી બની છે.
આ રેફરલ હોસ્પિટલ પ્રોજેક્ટ લાયન હેઠળ સ્થાપિત કરવામાં આવી રહી છે અને ભારત સરકાર તેના માટે રોડમેપ તૈયાર કરી રહી છે. રોગચાળા અને પ્રાણીઓમાં જોવા મળતા અન્ય તમામ રોગોનો સામનો કરવા માટે સંશોધન પર ભાર મૂકવાની સાથે તે ખૂબ જ અદ્યતન સુવિધા સાથે સજ્જ હશે તેવું જૂનાગઢ રેંજના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ જણાવ્યું હતું.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે નોડલ એજન્સી છે. રાજ્યનું વન વિભાગ આ પ્રોજેક્ટ સાથે ભાગીદારી કરી રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 500 કરોડનો છે.
આ માત્ર રોગગ્રસ્ત પ્રાણીઓની સારવાર માટે હોસ્પિટલ નહીં હોય પરંતુ પ્રાણીઓના નમૂનાઓનું પરીક્ષણ, અત્યાધુનિક તબીબી સાધનો સાથે રસી તૈયાર કરવા, આંતરરાષ્ટ્રીય ધોરણની લેબોરેટરી, નિદાન કેન્દ્ર અને સારી રીતે પ્રશિક્ષિત સ્ટાફની ભરતી કરવા માટેની સુવિધાઓથી પણ સજ્જ હશે.
ફકત પ્રાણીઓની સારવાર જ નહીં પણ રસીનું સંશોધન અને નિર્માણ પણ હાથ ધરાશે
વર્ષ 2018માં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ફાટી નીકળ્યો હતો. આ વાયરસથી એકલા ગીરમાં 34 સિંહોના મૃત્યુનો દાવો કરવામાં આવ્યો હતો. પરિણામે આ બીમારીની રસી તાત્કાલિક યુએસથી આયાત કરવી પડી હતી. ત્યારે હવે એકવાર આ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ધમધમતી થઇ ગયાં બાદ રસીઓનું ઘર આંગણે જ સ્વદેશી રીતે નિર્માણ કરવામાં આવશે. એક અધિકારીએ એવુ પણ જણાવ્યું હતું આ રેફરલ હોસ્પિટલ શરૂ થયાં બાદ અહીંયા બનતી પ્રાણીઓ માટેની રસીની નિકાસ પણ કરી શકાશે.
અત્યાધુનિક તબીબી ઉપકરણ, લેબોરેટરી, નિદાન કેન્દ્ર સાથે સજ્જ હશે હોસ્પિટલ
જૂનાગઢ ખાતે નિર્માણાધીન હોસ્પિટલ માત્ર રોગગ્રસ્ત પ્રાણીઓની સારવાર માટે હોસ્પિટલ નહીં હોય પરંતુ પ્રાણીઓના નમૂનાઓનું પરીક્ષણ, અત્યાધુનિક તબીબી સાધનો સાથે રસી તૈયાર કરવા, આંતરરાષ્ટ્રીય ધોરણની લેબોરેટરી, નિદાન કેન્દ્ર અને સારી રીતે પ્રશિક્ષિત સ્ટાફની ભરતી કરવા માટેની સુવિધાઓથી પણ સજ્જ હશે.
સંભવત: વડાપ્રધાન મોદીના હસ્તે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાશે
હવે પ્રાણીઓની સારવાર માટેની ભારતની સૌથી મોટી સુવિધાઓ જૂનાગઢમાં હશે. જેને વન્યજીવન માટે એઈમ્સ તરીકે ઓળખવામાં આવે છે.નેશનલ વાઇલ્ડલાઇફ ડિસીઝ ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા એક રેફરલ હોસ્પિટલ જૂનાગઢ શહેરથી લગભગ 20 કિમી દૂર નવા પીપળીયા ગામમાં 21 હેક્ટર જમીનમાં બાંધવામાં આવશે.વન વિભાગને જમીનનો કબજો સોંપી દેવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ સુવિધા માટે ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવા માટે યોગ્ય તારીખ શોધી રહી છે.