નાસાએ મૂત્ર અને પરસેવા માંથી પીવા લાયક પાણીનું સેવન કરવા સફળ સંશોધન કર્યું
વિજ્ઞાન અને આવિષ્કાર તો કરી રહ્યું છે પરંતુ ઘણી એવી વસ્તુઓ અને પદાર્થ છે કે જેને રીયુઝ કરી શકાય. ત્યારે નાસાના વૈજ્ઞાનિકોએ એક સફળ સંશોધન પાર પાડ્યું છે જેમાં અંતરિક્ષમાં યાંત્રિક યાત્રીઓ જતા હોય છે તેઓને પીવાના પાણી માટે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે પરંતુ હવે આ સમસ્યા ભૂતકાળ બની જશે કારણકે અંતરિક્ષ યાત્રી તેમના મૂત્ર અને પરસેવો 98 ટકા પી શકશે કારણ કે આ બંને દ્રવ્યમાં 98 ટકા પીવા લાયક પાણી હોય છે જેને યોગ્ય પદ્ધતિથી ફિલ્ટર કરવામાં આવે છે.
ત્યારે હવે તમારું મૂત્ર જ 98% પી શકાશે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે આના માટે અને ખાસ અંતરિક્ષ યાત્રીઓ માટે નાસાએ એન્વાયરમેન્ટ કંટ્રોલ એન્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ દ્વારા પાણીને પીવા લાયક બનાવવા તેની શુદ્ધિકરણ કરાશે અને તેના માટે વોટર પ્રોસેસર એસેમ્બલી પણ રાખવામાં આવશે જે તમારા મૂત્રને પ્રોસેસ કરી તેને પીવા લાયક પાણીમાં રૂપાંતરિત કરશે. અંતરીક્ષમાં જનાર અંતરીક્ષ યાત્રીઓએ દરેક દિવસ એક ગેલન જેટલું પાણી પીવું પડતું હોય છે પરંતુ આ પાણી લાંબા સમય સુધી ચાલી શકતું નથી ત્યારે આ યોગ્ય વિકલ્પ હાલ નાસા દ્વારા સંશોધનમાં બહાર લાવવામાં આવ્યો છે અને આનાથી ઘણી ખરી રીતે ક્રાંતિ પણ સર્જાશે.
નાસાના વૈજ્ઞાનિકોએ બ્રેઇન પ્રોસેસર એસેમ્બલી મારફતે જે વેસ્ટ વોટર હોય તેને ફરી પ્રોસેસ કરવામાં આવશે અને તેનો ઉપયોગ પીવા લાયક પાણીમાં થઈ શકશે કારણ કે આ સંશોધન માં એ વેસ્ટ વોટરમાંથી 98 ટકા પીવાલાયક પાણી બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં આવનારા દિવસોમાં 98 ટકા માઇલસ્ટોન ઉભા કરવામાં આવશે જેથી અંતરિક્ષયાત્રો વધુ સમય અંતરિક્ષમાં વિતાવી શકશે.