પોલીયો રવિવાર અંતર્ગત 688 બુથ પર 1,46,326 બાળકોને બે બુંદ પોલીયોના ટીપાં પીવડાવાયા: 94 ટકા કામગીરી
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા પલ્સ પોલીયો નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે રાઉન્ડ હેઠળ ગઇકાલે રવિવારના રોજ પોલીયો જાહેર કરાયેલ અને આ દિવસે 0 થી 5 વર્ષના 1,92,096 બાળકોને પોલીયો રસીના બે બુંદ રસી પીવડાવવાનું આયોજન કરાયું હતું.
નારાયણનગર પાસે ઢેબર કોલોનીના પોલિયો બુથ પર મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતી ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડ તેમજ આરોગ્ય વિભાગના સ્ટાફની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 688 બુથ સેન્ટરો ઉભા કરાયા હતા. આ માટે આરોગ્ય વિભાગના 186 સુપરવાઈઝર સહિતની ટીમ બનાવવામાં આવેલ. 688 બુથ પર કુલ 1,46,326(94%) 0 થી 5 વર્ષના બાળકોને બે બુંદ પોલીયોના ટીપાં પીવડાવવામાં આવી હતી.
આ ઉપરાંત આજથી 3 માર્ચ સુધી આરોગ્ય વિભાગની 828 ટીમો દ્વારા અંદાજે 3,71,766 ઘરોની મુલાકાત લઈ કોઈ બાળક પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે હેતુથી કામગીરી કરવામાં આવશે.