વિધાનસભાના પ્રતિનિધિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ અને સંજય કોરડીયાની નિયૂક્તી

રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ આઠ યુનિવર્સિટીમાં વિધાનસભાના પ્રતિનિધિ તરીકે 15 ધારાસભ્યોની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાની વરણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં યુનિવર્સિટીમાં 12 સરકારી સભ્યોની નિયૂક્તી કરવામાં આવશે. ત્યારબાદ ડોનર બેઠક માટે ત્રણ સભ્યોની ચૂંટણી હાથ ધરવામાં આવશે.

Screenshot 2 36

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન રાજેન્દ્ર પાટીલ સંદીપભાઇ દેસાઇ સરદાર પટેલ યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ધારાસભ્ય યોગેશભાઇ આર.પટેલ અને પંકજભાઇ દેસાઇ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે શ્રીમતી મનિષાબેન રાજીવભાઇ વકીલ અને કેયુરભાઇ રોકડીયા, ગુજરાત યુનિવર્સિટીમાં અમિતભાઇ શાહ અને હર્ષદભાઇ પટેલ, હેમ ચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કિરીટ કુમાર પટેલ, હાર્દિક પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં શિવાભાઇ ગોહિલ અને કચ્છ યુનિવર્સિટીમાં અનિરૂધ્ધભાઇ દવેની વરણી કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.