ધર્મનગરી જુનાગઢ શહેર થી પાંચ કિલોમીટર દૂર આવેલા ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગિયારસ થી દેવ દિવાળી સુધી ભવનાથ થી ભવનાથ સુધીની ગિરનાર ફરતે 36 સળ ની પરિક્રમા નું પુણ્ય પ્રાપ્ત કરવા માટે વર્ષે લાખો ભાવિકો ગિરનારની ગોદમાં પડાવ નાખે છે,
કારતક સુદ અગિયારસથી દેવ દિવાળી સુધી 36 સળ ની પરિક્રમા મોક્ષનો માર્ગ કરે છે મોકળો
આ વર્ષે 23 થી 27 નવેમ્બર સુધી ગિરનારની પવિત્ર પરિક્રમા યાત્રા યોજાશે પરિક્રમા એટલે પ્રાણથી પ્રકૃતિ ના સમન્વય ની યાત્રા ગિરનારની તળેટીમાં જીવ અને શિવ ને એકાકાર કરવા માટે પરિક્રમામાં જોડાવા માટે ભાવિકો કારતક સુદ અગિયારસ થી સવારથી જ ભવનાથની તળેટીમાં ભેગા થવાનું શરૂ થઈ જાય,, અને અગિયારસની મધરાત્રે રૂપાયતન ના દરવાજે સંતો મહંતો જિલ્લા વહીવટી અધિકારી અને હજારોની મેદની ધર્માત્માઓના આદેશને સાંભળવા માટે રાહ જોતા હોય ત્યારે બંદૂકના ભડાકે પરિક્રમાનો પ્રારંભ થાય છે… ભવનાથ થી ભવનાથ સુધીની 36 કિલોમીટરની પરિક્રમામાં પ્રકૃતિના સંગાથે ભક્તિ સભર જીવન જીવવાનો એક અનેરો લાવો છે પ્રથમ દિવસે થાક ઓછો લાગે છે બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને જમે છે.
બીજા દિવસે રાત્રિ રોકાણ ઝીણાબાવાની મઢીએ થાય છે જીણાબાવાની મઢી યાત્રિકો માટે પ્રથમ વિસામો છે 12 કિલોમીટરનું અંતર કાપીને વડલી માતાજીની જગ્યામાં જીણાબાવાની મઢીએ યાત્રીકો રોકાય છે અહીં નવાબી કાળમાં જીણાબાવા નામના સંત તપસ્યા કરતા હતા..
કારતક સુદ તેરસના દિવસે આગળ વધીને માળવેલા કે જ્યાં સૂરજકુંડની જગ્યા છે, તેવા ગિરનારના ઉત્તર કિનારે પડાવ નાખીને ભાવિકો રાત્રી વિશ્રામ કરે છે. ચૌદશના દિવસે માળવેલાથી ઉપડી ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ બાજુ બોરદેવીમાં પડાવ નાખવાનો હોય છે. અહીં બોરડી નીચે માતાજી બિરાજમાન છે, જ્યાં બારેમાસ પાણી રહે છે. આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાને કારણે, ભાવિકો અહીં પ્રકૃતિનો મન ભરીને આનંદ માણે છે. પૂનમના દિવસે સવારે બોરદેવીથી નીકળીને ભાવિકો ભવનાથ તળેટીમાં પરત ફરે છે.જીણાબાવા ની મઢીએ પ રોકાણ અને વિશ્રામ લઈને તાજા થયેલા યાત્રિકો બીજો વિસામો મારવેલા ની જગ્યાએ લે છે માળવેલો એટલે ગિરનારની જંગલનું મધ્ય વિસ્તાર વન ભોજનનો લાવવો લેવો આનંદ આપનાર હોય છે અહીંથી પરિક્રમા ના અંતિમ વિશામા બોરદેવી ભણી ભાવિકો આગળ વધે છે અને પરિક્રમાનો અંતિમ પડાવ બોરદેવી માં લે છે અને ત્યાંથી સવારે ભાવિકો ભવનાથ ભણી રવાના થાય છે કારતક સુદ અગિયારસ શરૂ થતી પરિક્રમા દેવ દિવાળી એ પૂરી થાય છે આ વર્ષે 23 થી 27 નવેમ્બર સુધી પરિક્રમા યોજવાનું નક્કી કરાયું છે