વાઉની વિજય ગાથા-૨૨
સિવિલ હોસ્પિટલમાં કૃપોષિત બાળકોના કેન્દ્રમાં સાથે રહેનારી માતાને રોજ રૂા. ૧૦૦ની સહાય આપવામાં આવે છે એ પ્રકારની જરૂરી માહિતી વાઉ દ્વારા આપવામાં આવી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશને સુદ્રઢ નારો આપ્યો છે. કે સહી પોષણ દેશ રોશન હકારાત્મક બાબત એ છે કે ભારત સરકાર ફકત નારા આપવામાં વિશ્ર્વાસ નથી ધરાવતી પરંતુ એને યથોચિત ન્યાય આપવાનો પણ પૂરો પ્રયત્ન કરે છે. વાઉ પ્રોજેકટ અંતર્ગત એવા અઢળક કાર્યો થઇ રહ્યા છે જે ઉપરોકત ઉકિતને ચરિતાર્થ કરે છે. દેશની આન-બાન-શાન સમી નવીપેઢી માટે સરકાર જાગૃત છે. એ વાત દેશના પ્રત્યેક નાગરીક માટે ગૌરવપ્રદ બાબત છે. જો બાળક સશકત હશે તો દેશનું ભવિષ્ય પણ મજબુત હશે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.
વાઉ બસ દ્વારા કરવામાં આવતી બાળ કલ્યાણની પ્રવૃતિ શહેરના કૃપોષિત બાળકોને આહાર-વિહારથી માંડીને જીવનશૈલી બદલવા સુધીની જરુરી બાબતોથી માહિતગાર કરે છે. ફકત એટલું જ નહીં. તેઓ જરુરીયાત મંદ લોકોને સમય સમયાંતરે આર્થિક સહાય પણ પૂરી પાડે છે. ડુંગરકા ગામે પહોચેલા સ્વયંસેવકોએ ત્યાં આયોજીત કરેલા આરોગ્ય કેમ્પમાં સાડા ચાર વર્ષના બે બાળકીઓ કાવ્યા લિંબાસીયા અને હીર કામાણીને જોયા, જેમનું વજન ફકત સાડા અગીયાર કિલોગ્રામ તાત્લીક તબીબી પરિક્ષણ બાદ તેમની કૃપોષણના શિકાર હોવાની વાત સામે આવી. સ્વાસ્થ્યકર્મીઓ તરફથી તેમને એક માસની દવા સ્થળ ઉપરથી જ શરુ કરી દીધી. વધુ સારવાર માટે એમને સીવીલ હોસ્૫િટલમાં ખસેડવામાં આવી.