- ફાઈનાન્સ કંપની સાથે છેતરપિંડી કરનાર 15 સામે ગુનો નોંધી 12 શખ્સની ધરપકડ કરી
જામનગર પંથકમાં 36 જેટલા ટ્રકો ની લોન લીધા પછી લોન ના હપ્તા નહીં ભરી ફાઇનાન્સ કંપનીને આશરે 13 કરોડથી વધુનું નુકસાન પહોંચાડનાર કુખ્યાત અપરાધી રજાક સોપારી ને પોલીસે સેકંજામમાં લઈ લીધો છે, અને ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે. જેની પાસેથી એક ટ્રક કબ્જે કરાયો છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક 13 નો થયો છે.
જામનગરના કુખ્યાત અપરાધી રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો દ્વારા જામનગરની ખાનગી ફાઈનાન્સ કંપની મારફતે લોન પર ટ્રકો મેળવ્યા પછી તેના હપ્તા નહીં ભરી ફાઈનાન્સ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા વગેરેએ અંગત રસ દાખવવીને ઊંડાણપૂર્વકની તપાસના અંતે કરોડોનું કૌભાંડ આચરનાર કુખ્યાત શખ્સ રજાક સોપારી અને તેની ગેંગના મળી કુલ 19 સભ્યો સામે ગુનો નોંધ્યા પછી અગાઉ 12 શખ્સોની અટકાયત કરી લીધી હતી, અને કેટલાક ટ્રક વગેરે કબ્જે કરાયા હતા, જે તમામ આરોપીઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે.
પોલીસ ની તપાસમાં કુખ્યાત અપરાધી રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો દ્વારા જામનગરની ખાનગી ફાઈનાન્સ કંપની મારફતે લોન પર ટ્રકો મેળવ્યા પછી તેના હપ્તા નહીં ભરી ફાઈનાન્સ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું.
પોલીસે રજાક સોપારી ને પણ અટકાયતમાં લઈ લીધો હતો અને તેને અદાલત સમક્ષ રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે, જ્યારે તેની પાસેથી પણ એક ટ્રક કબ્જે કરી લેવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં ઉપરોકત ગેંગ દ્વારા સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે આવા 36 જેટલા ટ્રકોની ખરીદી કરીને તેના હપ્તા નહીં ભરી ફાઈનાન્સ કંપનીને આશરે 13 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. તેમ જ ટ્રકોને સીઝ કરવાની કાર્યવાહી કરતા સમયે રજાક સોપારી અને તેની ગેંગ દ્વારા ઉપરોક્ત ટ્રકો રજાક સોપારીના છે, તેમ કહી ખાનગી ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને ધમકાવવામાં આવતા હતા, અને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. જે મુખ્ય સૂત્રધારને પોલીસે અટકાયતમાં લઈ લીધો છે. આ પ્રકરણમાં હજુ છ આરોપીઓને પોલીસ શોધી રહી છે.