નવ વર્ષ પહેલા બાઇક અથડાવા જેવી નજીવી બાબતે યુવકને છરીના ઘા ઝીંકી મોતને ધાટ ઉતાયો’તો
નજરે જોનાર બહેનની જુબાની અને ડાંઇગ ડેકલેરેશનના આધારે કેસને સજા સુધી દોરી ગયો
હત્યાના ગુનામાં છૂટેલા શખ્સે નિર્દોષ યુવાનને રહેંસી નાખ્યો’તો
શહેરના જામનગર રોડ પર આવેલા બજરંગવાડી શેરી નં.૧૦ માં નવ વર્ષ પહેલા બાઇક અથડાવા જેવી નજીવી બાબતે ૧૮ વર્ષના યુવાનની કરપીણ હત્યાના બનાવમાં કેસ અધિક સેસન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે કૃખ્યાત શખ્સ ફિરોજ ઉર્ફે આદિલ હનીફ જુનેજાને આજીવન કેદ અને દંડ ફટકારતા હુકમથી ધાક બેસાડતા ચુકાદાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વધુ વિગત મુજબ શહેરના જામનગર રોડ પર બજરંગવાડી શેરી નં.૧૦માં રહેતા અને બજરંગવાડીની જાણીતી હિન્દ બેકરીના માલિક શબ્બીર ખાન પઠાણ નામના વેપારીના પુત્ર બિલાલખાન નામના ૧૮ વર્ષીય યુવાનનું બાઇક વાંકાનેર સોસાયટીમાં રહેતો ફિરોજ ઉર્ફે આદિલ હનીફ જુનેજાના બાઇક સાથે અથડાવી જેવી નજીવી બાબતે ફિરોજ ઉર્ફે આદિલે બિલ્લાલ ખાન નામના યુવાનને છરીના આડેધડ છરીના ઘા ઝીંકી દેતા લોહી લુહાણ હાલતમાં સારવારમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જયાં છ દિવસની સારવારના અંતે બિલ્લાલખાન નામના યુવાનને દમ તોડતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
આ બનાવમાં પોલીસે પ્રથમ હત્યાની કોશિષ બાદ બનાવ હત્યામાં પરીણમતા ગાંધીગ્રામ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આહીલે ઉર્ફે ફિરોજ હનીફ જુનેજા નામના શખ્સોની ધરપકડ કરી હતી.
ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે બિલ્લાસ ખાન પઠાણ પોતાની ૧૯ વર્ષની બહેન ઇરમ સહિત બન્ને બાઇક પર જતા હતા ત્યારે બાઇક અથડવા જેવી નજીવી બાબતે નિર્દોષ યુવકને મોતને ધાટ ઉતાર્યો હતો.
મૃતક બિલ્લાસખાન ધો.૧રમાં ૯૨ ટકા સાથે પાસ થયો હતો.
આહિલ ઉર્ફે ફિરોજ જુનેજા હત્યાના ગુનામાં નિર્દોષ છુટયા બાદ વધુ એક યુવકની હત્યા નિપજાવી હતી. તેમજ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.
આહીલ ઉર્ફે ફિરોજ જુનેજા સામે તપાસ પૂર્ણ થતા ચાર્જશીટ રજુ કરાતા કોર્ટમાં કેસ કમિટ થતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા બન્ને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષ અને મુળ ફરીયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખીત – મૌખિક દલીલ તેમજ સુપ્રિમ કોર્ટના અને હાઇકોર્ટના ચુકાદા ટાંકયા હતા. તપાસનીશ એફ.એસ.એલ. તબીબે બનાવને સમર્થન તેમજ નજરે જોનાર સાહેદની જુબાની અને મૃતકનું ડાઇગ ડેકલેરશન સહિત પુરાવાને સાંકળ મળતી આવતી હોવાથી અધિક સેસન્સ જજ આર.એલ. ઠકકરે આરોપી ફિરોઝ ઉર્ફે આહીલ હનીફ જુનેજાને કલમ ૩૦રમાં આજીવન કેદ અને રૂ. પર હજારનો દંડ અને કલમ ૧૮૮માં ૧માસ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
સરકાર પક્ષે એ.પી.પી. મહેશભાઇ જોષી, મુકુદસિંહ સરવૈયા અને મુળ ફરીયાદી વતી એડવોકેટ તરીકે હરેશ પરસોંડા, વિવેક સાતા, પિયુષ ઝાલા, દુર્ગેશ ધનકાણી, રૂષિ રાજ ચૌહાણ, દિવ્યેશ લાખાણી, સાજીદભાઇ અને ચાંદની પુજારા રોકાયા હતા.
પેરોલ પર છુટેલા આરોપીએ સહાનુભૂતિ મેળવવા ફાયરિંગની ખોટી એલીબી કરી ફાયરિંગની ખોટી સ્ટોરીમાં ફસાયેલા નામચીન પાસેથી એક ડઝન જેટલા ઘાતક હથિયાર મળ્યા’તા શહેરમાં બે હત્યા અને એક ડઝન જેટલા ઘાતક હથિયાર સાથે ઝડપાયેલા પડધરીના નામચીન દિપા ડોડીયા પર ફાયરિંગ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા આદિલ ઉર્ફે ફિરોજ જુણેજા ખૂનના ગુનામાં પેરોલ પર છુટી સહામનુભૂતિ મેળવવા પોતાના પર ફાયરિંગ થયાની ખોટી એલઇબી ઉભી કરવાના ઘડેલા કારસમાં પોતે જ ફસાયો હતો. ફાયરિંગકાંડની તપાસમાં આદિલ અને તેની પત્ની પાસેથી પોલીસે એક ડઝન જેટલા પિસ્તોલ, રિવોલ્વર જેવા હથિયાર કબ્જે કર્યા હતા.