રાજસ્થાનના બાસવડાથી ગાંજો લાવી વેચે તે પહેલા એસઓજીએ ઝડપી લીધો
શહેરમાં યુવધાન નશીલા પદાર્થના સેવનના રવાડે ન ચડે અને આ પ્રકારના પદાર્થોની હેરાફેરી કે વેચાણ ન થાય એ માટે શહેર પોલીસ સતત સક્રિય છે. ત્યાર એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાથમી મળી હતી કે રુખડિયાપરાનો નામચીન શખ્સ ગાજાનો મોટો જથ્યો કોઈને ડીલેવરી કરવાનો છે. ત્યારે તપાસ કરી તેને ભગવતી પરામાંથી દબોચી લઈ તેની પાસેથી છ કિલો ગાંજો કબજે કર્યો છે. વિગતો મુજબ એસઓજીની ટીમે ભગવતીપરા-5માંથી રુખડિયાપરાના અફઝલ આલુશાહ ઉર્ફ કાલુશા ફકીરને રૂા.60180ના 6 કિલો 18 ગ્રામ ગાંજા સાથે પકડી લીધો છે.
જેમાં તેની પૂછતાછ કરતા તેને કબૂલાત આપી હતી કે,જંગલેશ્વરના નામચીન શખ્સે તેને ચાર-પાંચ હજાર રૂપિયાની લાલચ આપી હતી આ કારણે તેના કહેવા મુજબ પોતે રાજસ્થાનના બાસવાડા ગામે ગયો હતો અને ત્યાંથી ગાંજો લાવ્યો હતો. જેમાં પોતે ડીલેવરી કરે તે પહેલાં જ પોલીસે તેને દબોચી લીધો હતો.
પોલીસે અફઝલ પાસેથી ગાંજો, મોબાઇલ ફોન, રોકડા રૂા. 800, આધાર રેકઝીનનો થેલો કબ્જે કર્યા છે. અફઝલ છુટક મજૂરી કરે છે. હાલ તેની કબુલાતના આધારે જંગલેશ્વર ના નામચીન શખ્સ ની શોધખોળ હાથ ધરી છે.