ખુન, ખુનની કોશિષ, લુંટ અને ચોરી સહિત સાત ગુનામાં વોન્ટેડ હુસેન ચાવડાને રાજકોટ આર.આર. સેલે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દબોચ્યો
જામનગરના બિલ્ડર પર ફાયરીંગ કરી હત્યાની કોશિષ કરનાર અને ચોરી લુંટ મર્ડર, હાફ મર્ડર જેવા ગંભીર સાત ગુનામાં પોલીસ ચોપડે વોન્ટેડ રહેલા તથા કુખ્યાત રઝાક સોપારીના ભાઇને રાજકોટ રેન્જ આઇજીએ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દબોચી જામનગર એલ.સી.બી.ને સોંપવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના બિલ્ડર ગીરીશભાઇ ડેર પાસેથી નામચીન જયેશ પટેલે તેના સાગરીતો મારફતે નામચીન જયેશ પટેલે તેના સાગરીકો મારફતે એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. પરંતુ બિલ્ડરે ખંડણી ન આપતા જયેશ પટેલે જામનગરના કુખ્યાત રઝાક સોપારીના ભાઇ હુશેન દાઉડ ચાવડાને બિલ્ડરની સોપારી હતી. જેથી હુસૈને લાલપુર ચોકડી પાસે બિલ્ડર ગીરીશભાઇ ડેર પર જાહેરમાં ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારવાની કોશિષ કરી હતી.
ઘટના અંગે પોલીસમાં ફરીયાદ નોધાતા આરોપી હુસૈન ઉતરપ્રદેશ, રાજસ્થાન જેવા અન્ય રાજયોમાં ફરાર થઇ ગયો હતો. ત્યારે રાજકોટ રેન્જ આઇજીને હુશૈન ચાવડા રાજસ્થાનથી ટુંકમાં બેસી જામનગર જવા નીકળ્યો હોવાની બાતમી મળતા સ્કવોડના સ્ટાફે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ ગોઠવી હતી કુખ્યાત હુસૈન ચાવડા ટ્રકમાંથી ઉતરી જામનગર તરફ જવા નીકળ્યો ત્યારે જ રેન્જ આઇજની ટીમે તેણે દબોચી લીધો હતો. ત્યારબાદ આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા રેન્જ આઇજીની ટીમે જામનગર એલસીબીને હવાલે કર્યો હતો.