ભીસ્તીવાડના પિતા-પુત્ર એ સમાધાન કરવાના બહાને કારમાં ઉપાડી જઈ માસીની નજર સામે જ ભાણેજને હવસનો શિકાર બનાવી
શહેરમાં એક ચકચાર મચાવતી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં ભીસ્તીવાડમાં રહેતા નામચીન હકુભા ખીયાણી અને તેના પુત્રએ વ્યાજની ઉઘરાણી કરવા 14 વર્ષની તરૃણીને ઉપાડી જઇ ટૂંકા સમયમાં તેની ઉપર બે વખત દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના પોલીસમાં જાહેર થઇ છે. જેના આધારે બી ડીવીઝન પોલીસે હકુભા તેના પુત્ર મીરઝાદ (ઉ.વ.37) ઉપરાંત જુમ્મા કાસમ ઠેબા (ઉ.વ.50, રહે. ભગવતીપરા)ની સામે વિરુધ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
વિગતો મુજબ ભોગ બનનારની માસીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેની મોટી બહેનનો પતિ દારૂડીયો હોવાથી તેની મોટી બહેન ચાર પુત્રી અને એક પુત્ર સહિતના પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી તેની માતાના ઘરે રહે છે. તેના નાનાભાઈએ એક વર્ષ પહેલા એઝાઝ હકુભા ખીયાણીની પત્ની મીતલ પાસેથી રૂા.એક લાખ વ્યાજે લીધા હતા. જેનું સમયસર વ્યાજ પણ ચુકવતો હતો. ત્યારબાદ રકમ પરત કરી દીધી હતી. આ પછી મીતલ અને એઝાઝના છૂટાછેડા થઇ જતા હકુભાના પુત્ર મીરઝાદે સાગ્રીતો સાથે તેના ઘરે આવી રૂા.એકલાખની ઉઘરાણી શરૂ કરી હતી.નવરાત્રી વખતે હકુભા અને તેના પુત્ર મીરઝાદ ઉપરાંત અન્યોએ તેની માતાના ઘરે આવી તેની ભાણેજની ચુંદડી ખેંચી, ધમકી આપી હતી. જેથી તેની ભાણેજે ઝેરી દવા પી લઈ ફરિયાદ નોંધાવી હતી.
બે દિવસ પહેલાં હકુભા, તેની પુત્રવધૂ, સોની અને પુત્ર મીરઝાદે તેની માતાના ઘરે આવી તેની ભાણેજે કરેલ પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની ધમકી આપી હતી. એટલું જ નહીં જો ફરિયાદ પાછી ન ખેંચાય તો તેની ભાણેજ ઉપર દૂષ્કર્મ ગુજારવાની ધમકી પણ આપી હતી.ગઈકાલે સવારે તે તેની માતાના ઘરે હતી ત્યારે હકુભા અજાણ્યા શખ્સ સાથે ત્યાં ઘસી આવ્યો હતો, આવીને તેણે તેની ભાણેજે કરેલી ફરિયાદ બાબતે સમાધાન કરવાનું સુખસાગર સોસાયટી આગળ આવેલી એક વાડીમાં લઈ જઈ ત્યાં તેની ભાણેજને કારમાંથી ઉતારી જયારે તેને તેની અન્ય ભાણેજ અને પુત્રને કારમાં પુરી દીધા બાદ તેની ભાણેજને મારકૂટ કરી, તેની નજર સામે તેની ઈજજત લુંટી હતી.તેણે આ કૃત્ય નહીં કરવા ખુબજ બૂમો પાડી હતી. તેમ છતાં હકુભા માન્યો ન હતો. ત્યારબાદ હકુભાએ પુત્ર મીરઝાદને ફોન કરી ભગવતીપરામાં આવેલા પોતાના ડેલે બોલાવી લીધો હતો.
તેને ચાવી લઈ ત્યાં તત્કાળ પહોંચી જવાનું કહ્યા બાદ તેમને પણ ત્યાં ડેલે લઈ ગયો હતો. તે વખતે ડેલાનું તાળું નહીં ખુલતાં હુકભાએ તાળું તોડી નાખી બધાને ડેલાની અંદર લઈ ગયો હતો. જયાં થોડીવાર બાદ હકુભાની પત્ની ખતુબેન પણ ત્યાં આવી પહોંચી હતી. પુત્ર મીરઝાદે કહ્યું કે અમારા વિરૂધ્ધ ફરિયાદ કરવાનું પરિણામ જોઈ લીધું ને જયારે એઝાઝની પત્ની સોનીએ ફરિયાદ પાછી ખેંચી લેજો પત્ની અને પુત્રવધૂને ત્યાંથી રવાના કરી દીધા બાદ તેની ભાણેજને ડેલામાં આવેલા રૂમમા લઈ જઈ ફરીથી તેની સાથે દુષ્કર્મ ગુજારયું હતું. બાદમાં હકુભા તે રૂમમાં જ સુઈ ગયો હતો. ડેલામાં રહેલા અજાણ્યા માણસને ચકમો આપી તે ભાણેજ સહિતનાઓ સાથે ત્યાંથી રિક્ષામાં બેસી રવાના થઈ ગયા હતા.તપાસમાં બી-ડિવીઝન પોલીસે હુકભા વિરૂધ્ધ અત્યાર સુધીમાં મારામારી અને પ્રોહિબીશનના વગેરે મળી સાત ગુના, તેના પુત્ર મીરઝા વિરૂધ્ધ લુંટ, મારામારી સહિત 3 ગુના નોંધાયેલા છે. જયારે ત્રીજા આરોપી જુમ્મા વિરૂધ્ધ એક ગુનો નોંધાયેલો છે.