કોટડા સાંગાણી પોલીસ મથકના ચોપડે દારૂના ગુનામાં વોન્ટેડ હતો
કોટડાસાંગાણી પોલીસ મથકના ચોપડે વિદેશી દારૂના ગુનામાં ઝડપાયેલા નામચીન બૂટલેગર નામદાન ગઢવીને ગોંડલ સેશન્સ કોર્ટે જામીન પર છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ કોટડાસાંગાણી પંથકમાં લાખો રૂપીયાનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો જે દારૂનો જથ્થો નાગદાન પ્રભુદાન ટાપરીયાનો હોવાનું ખૂલ્યું હતુ થોડા સમય પહેલા વડોદરા પોલીસે નાગદાન ગઢવીની ધરપકડ કરી હતી. બાદ કોટડાસાંગાણી પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જે લઈ તપાસ પૂર્ણ થયા બાદ નાગદાન ગઢવીએ ગોંડલ અદાલતમાં જામીન કરતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટની દલીલ ધ્યાને લઈ નાગદાનગઢવીને જામીન પર છાડી મૂકવાનો હુકમ કર્યો છે. બચાવ પક્ષે એડવોકેટ તરીકે વિજયરાજસિંહ જાડેજા અને ઓમદેવસિંહ રાણા રોકાયા હતા.