કુવાડવા રોડ પર વસુંધરા ગામની સીમમાં નામચીન બુટલેર ફિરોજ સંધી વિદેશી દારૂનું કટીંગ કરતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી વિદેશી દારૂ, ક્ધટેનર અને બોલેરો મળી રૂા.41 લાખનો મુદામાલ કબ્જે કર્યા બાદ બનાવ સ્થળ વાંકાનેર તાલુકા પોલીસ મથક હેઠળ આવતું હોવાથી વાંકાનેર પોલીસમાં ગુનો નોંધાયો છે.
વસુંધરા ગામે દારૂના કટીંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી: વાંકાનેર તાલુકાની હદમાં દારૂ ઉતાર્યોથતો
વિદેશી દારૂ, ક્નટેનર અને બોલેરો મળી રૂા.41 લાખનો મુદામાલ કબ્જે: બે ઝડપાયા: ત્રણ ફરાર
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્ર્વરના નામચીન બુટલેગર ફિરોજ સંધીએ જેલમાંથી છુટી ફરી વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવી કુવાડવા રોડ પર કટીંગ કરી રહ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા, એમ.વી.રબારી, એએસઆઇ સી.એમ.ચાવડા અને હેડ કોન્સ્ટેબલ અભિજીતસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા તેમજ હરદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વહેલી સવારે દારૂ અંગે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન રૂા.17 લાખની કિંમતની 5090 બોટલ વિદેશી દારૂ, આર.જે.1જીએ. 4105 નંબરનું ક્ધટેનર અને જી.જે.36વી.47 નંબરનો બોલેરો સાથે રાજસ્થાનના ક્ધટેનર ચાલક ખીયારામ ગંગારામ બેનીવાલ અને વાંકાનેરના સલીમ ઇકબાલ શેખ નામના શખ્સો મળી આવતા બંનેની ધરપકડ કરી છે. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો રાજકોટના નામચીન બુટલેગર ફિરોજ ઉર્ફે ફિરીયા સંધી અને વાંકાનેર તાલુકાના રૂપાપરા ગામના પ્રવિણ નાથાએ મગાવ્યાની કબુલાત આપી છે. દરોડા દરમિયાન બોલેરો પીકઅપનો ચાલક ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચના દરોડા બાદ બનાવ સ્થળ વાંકાનેર તાલુકાની હદમાં હોવાથી ક્રાઇમ બ્રાન્ચે ખીયારામ ગંગારામ બેનીવાલ અને સલીમ શેખ સાથે દારૂ સહિતનો રૂા.41 લાખનો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસને સોપતા વાંકાનેર તાલુકા પોલીસે ફિરોજ સંધી સહિતના શખ્સોની શોધખોળ હાથધરી છે.